બોલિવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાનના મુંબઈ સ્થિત પ્રખ્યાત બંગલા ‘મન્નત’માં બે સાપ દેખાતાં સુરક્ષા કર્મચારીઓ અને સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક સ્નેક રેસ્ક્યૂ ટીમને બોલાવવામાં આવી હતી. ટીમે એક 8 ફૂટ લાંબો સાપ પકડી લીધો છે, જ્યારે બીજા સાપની શોધખોળ હજુ પણ ચાલુ છે.
સીડી નીચેથી 8 ફૂટનો બિન-ઝેરી ‘ધામણ’ સાપ પકડાયો
-
સુરક્ષિત રેસ્ક્યૂ: 17 ઓગસ્ટે રાત્રે ‘મન્નત’ના પરિસરમાં બે સાપ દેખાયા બાદ રેસ્ક્યુ ટીમે એક સીડી નીચેથી 8 ફૂટ લાંબો સાપ પકડી લીધો હતો.
-
બિન-ઝેરી સાપ: રેસ્ક્યૂ કરાયેલો સાપ ‘ધામણ’ (Indian Rat Snake) પ્રજાતિનો હતો, જે બિન-ઝેરી હોય છે. આ જાણકારી મળ્યા બાદ સ્ટાફે રાહતનો શ્વાસ લીધો હતો.
-
બીજો સાપ ફરાર: મોડી સાંજ સુધી શોધખોળ છતાં પરિસરમાં લોકોની અવરજવર વધતાં બીજો સાપ ભાગી છૂટ્યો હતો અને તે મળી આવ્યો ન હતો.
શાહરુખ ખાન હાલ ‘મન્નત’માં નથી રહેતા
-
દર મહિને ₹24 લાખ ભાડું: ‘મન્નત’માં રિનોવેશનનું કામ ચાલતું હોવાથી શાહરુખ ખાન પોતાના પરિવાર સાથે ગયા વર્ષથી બાંદ્રાના ‘પૂજા કાસા’ બિલ્ડિંગના ડૂપ્લેક્સ ફ્લેટમાં રહેવા ગયા છે, જેનું વાર્ષિક ભાડું ₹2.9 કરોડ (દર મહિને ₹24 લાખ) છે.
-
10,500 ચોરસ ફૂટ એરિયા: આ ફ્લેટ પ્રોડ્યુસર જેકી ભગનાની અને તેમના પરિવારના નામે છે. ‘મન્નત’નો કુલ વિસ્તાર 27,000 ચોરસ ફૂટ છે.
‘મન્નત’ના રિનોવેશનને સુપ્રીમ કોર્ટની મંજૂરી
-
અરજી ફગાવી: સુપ્રીમ કોર્ટે ‘મન્નત’માં બે નવા માળ બનાવવાની રોક લગાવતી અરજીને ફગાવી દઈને રિનોવેશન માટે લીલી ઝંડી આપી દીધી છે.
-
બે વધારાના માળ: શાહરુખ અને ગૌરી ખાન તેમના છ માળના બંગલા ઉપર વધુ બે રહેણાંક માળ બનાવવા માંગે છે, જેને મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી (MCJMA) દ્વારા પહેલેથી જ મંજૂરી મળી ચૂકી છે.
આગામી ફિલ્મ ‘કિંગ’
શાહરુખ ખાન ટૂંક સમયમાં સિદ્ધાર્થ આનંદના નિર્દેશનમાં બની રહેલી એક્શન થ્રિલર ફિલ્મ ‘કિંગ’ માં જોવા મળશે. આ ફિલ્મ 24 ડિસેમ્બર 2026 ના રોજ રિલીઝ થવાની શક્યતા છે, જેમાં સુહાના ખાન, દીપિકા પાદુકોણ અને અભિષેક બચ્ચન પણ મુખ્ય ભૂમિકામાં છે.









