જયપુરમાં યોજાયેલા ‘મિસ યુનિવર્સ ઇન્ડિયા 2026’ના ગ્રાન્ડ ફિનાલેમાં જજ તરીકે હાજર રહેલી પૂર્વ મિસ યુનિવર્સ ઇન્ડિયા ઉર્વશી રૌતેલા તેના તિરંગા-પ્રેરિત ગાઉનને કારણે સોશિયલ મીડિયા પર વિવાદમાં સપડાઈ છે. કેટલાક યુઝર્સે આ પોશાકને ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા હેઠળ રાષ્ટ્રીય ધ્વજનું અપમાન ગણાવ્યું હતું.
સોશિયલ મીડિયા પર યુઝર્સનો વિરોધ
-
ફ્લેગ કોડનો ઉલ્લેખ: સોશિયલ મીડિયા યુઝર્સે દાવો કર્યો હતો કે ભારતીય રાષ્ટ્રીય ધ્વજને કાપડ કે ડ્રેસ મટિરિયલ પર સીધો પ્રિન્ટ કરવો અથવા પોશાક તરીકે પહેરવો એ નિયમોની વિરુદ્ધ છે.
-
જજિંગ પેનલ: આ કાર્યક્રમની પેનલમાં ઉર્વશી સાથે સુષ્મિતા સેન, રિયા સિંઘા, પ્રજ્ઞા કપૂર અને સેલિના જેટલી પણ હાજર રહ્યા હતા.
ઉર્વશી રૌતેલાની સત્તાવાર સ્પષ્ટતા
-
કલાત્મક અભિવ્યક્તિ: ઉર્વશીએ હિન્દુસ્તાન ટાઈમ્સ સાથે વાતચીતમાં કહ્યું કે, આ ગાઉન રાષ્ટ્રીય ધ્વજની આબેહૂબ નકલ નહોતી, પરંતુ ત્રિરંગામાંથી પ્રેરિત એક ખાસ કોચર ડિઝાઇન હતી.
-
દેશપ્રેમની ભાવના: તેણીએ ઉમેર્યું કે તેનો ઉદ્દેશ્ય ભારત પ્રત્યેનો પ્રેમ અને રાષ્ટ્રીય ભાવનાને કલાત્મક રીતે રજૂ કરવાનો હતો.
ભારતીય ફ્લેગ કોડ (Flag Code of India) ના નિયમો
-
પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ્સ ટુ નેશનલ ઓનર એક્ટ, 1971: આ કાયદા અનુસાર રાષ્ટ્રીય ધ્વજને કોઈપણ પ્રકારના પોશાક કે યુનિફોર્મનો ભાગ બનાવી શકાય નહીં.
-
પ્રિન્ટિંગ પર પ્રતિબંધ: ધ્વજને નેપકિન, રૂમાલ કે કોઈપણ ડ્રેસ મટિરિયલ પર પ્રિન્ટ કે ભરતકામ કરવાની મનાઈ છે, તેમજ ધ્વજને જમીન કે ફ્લોર પર ઘસડવા દેવો એ ગુનો બને છે.









