₹2,000 સુધી UPI અને RuPay ચૂકવણી પર કોઈ ચાર્જ નહીં: અટકળો વચ્ચે સરકારનો મોટો નિર્ણય

કેન્દ્ર સરકારે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડીને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે બેંકો કે પેમેન્ટ સિસ્ટમ પ્રોવાઈડર્સ ₹2,000 સુધીની UPI અને RuPay ડેબિટ કાર્ડ ચૂકવણીઓ પર કોઈ પણ પ્રકારનો ચાર્જ વસૂલ કરી શકશે નહીં. ડિજિટલ પેમેન્ટ પર ફી લાદવામાં આવશે તેવી અટકળો વચ્ચે સરકારે આ કાનૂની પ્રતિબંધ મૂકીને સામાન્ય ગ્રાહકોને મોટી રાહત આપી છે.

સામાન્ય ગ્રાહકો માટે ₹2,000થી વધુની ચૂકવણી પણ મોટાભાગે ચાર્જમુક્ત જ રહેશે. નાણાં મંત્રાલયના સંકેતો મુજબ, ₹2,000થી વધુના મોટા ટ્રાન્ઝેક્શન પર ગ્રાહકોને બદલે દુકાનદારો, વેપારીઓ અને મોટી સંસ્થાઓ પાસેથી મરચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) અથવા ટ્રાન્ઝેક્શન ફી વસૂલવામાં આવી શકે છે.

મુખ્ય વિગતો:

  • છૂટછાટ વાળા ક્ષેત્રો: મોટી રકમના ટ્રાન્ઝેક્શન હોવા છતાં હોસ્પિટલ, સરકારી ટેક્સ અને શિક્ષણ સંબંધિત ચૂકવણીઓ પર ફીમાંથી મુક્તિ મળવાની શક્યતા છે.

  • નિયમમાં ફેરફારનું કારણ: ઓગસ્ટ 2026માં સંસદમાંથી ‘ટેક્સેશન એન્ડ અધર લૉઝ (સંશોધન) એક્ટ, 2026’ પસાર કરીને ‘પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ, 2007’ની ધારા 10Aમાં સુધારો કરાયો હતો.

  • અટકળોનો અંત: આ કાયદાકીય ફેરફારથી સરકારને કયા પેમેન્ટ પર ફી લાદવી કે નહીં તેનો અધિકાર મળ્યો હતો, જેના કારણે ₹2,000થી વધુના પેમેન્ટ પર ચાર્જ લાગવાની અટકળો વહેતી થઈ હતી, જેના પર સરકારે હવે સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે.

Leave a Comment

और पढ़ें