BCCIના CoE રિપોર્ટના મોટા ખુલાસા: IPL 2026 પછી ખેલાડીઓની ફિટનેસ બગડી, ૩૨ ટોચના ખેલાડીઓ રિહેબમાં! સોનાના ભાવમાં ઘટાડો: ૧ લાખ સુધી ગગડશે કે પછી આવશે નવો ઉછાળો? જાણો બજારની સ્થિતિ અને ૪ મુખ્ય કારણો જૂનાગઢ સિવિલ હોસ્પિટલનો મોટો નિર્ણય: હવે લેબોરેટરી રિપોર્ટ માટે નહીં ખાવા પડે ધક્કા, સીધા WhatsApp પર મળશે ડિજિટલ રિપોર્ટ અમદાવાદના શાહીબાગમાં વેપારીના ઘરે ૩૫ લાખની ચોરી કરનાર કુખ્યાત ઘરઘાટી ઝડપાયો: ચોરીના નાણાંમાંથી મંદિરમાં કરતો દાન દિવાળી પહેલાં સુરતવાસીઓને ભેટ: યોગીચોક-પુણા અને મોટા વરાછા વચ્ચે કનેક્ટિવિટી સરળ બનાવતો નવો બ્રિજ ટૂંક સમયમાં થશે શરૂ ઘરે જ બેસીને માત્ર ૬૦ સેકન્ડમાં જાણો તમારા હૃદયનું સ્વાસ્થ્ય: જાણો ૩ સરળ ટેસ્ટ

જામનગર જિલ્લામાં વર્લી-મટકાના પાંચ દરોડા : પાંચ શખ્સો ઝડપાયા, રૂ.1,075 રોકડા સહિત મટકાનો સામાન કબજે

જામનગર જિલ્લા પોલીસે ૨૯ સપ્ટેમ્બરના રોજ વિવિધ વિસ્તારોમાં વર્લી-મટકાના જુગાર સામે લાલઆંખ કરી પાંચ અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન પોલીસે પાંચ શખ્સોને આંકડા લખતા ઝડપી પાડી તેમની પાસેથી કુલ રૂ. ૧,૦૭૫ની રોકડ રકમ તેમજ ચિઠ્ઠીઓ અને બોલપેન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

દરોડા અને આરોપીઓ અંગેની મુખ્ય વિગતો:

  • લાલપુર: એસ.ટી. બસ સ્ટેશન પાસેથી સાજણ કમાભાઈ ફફલ (ઉં.૪૭) ને રૂ. ૧૨૦ ની રોકડ અને આંકડા લખેલી ચિઠ્ઠી સાથે ઝડપી લેવાયો.

  • જામજોધપુર: ખરાવાડ વિસ્તારમાં તકદીર પાન નજીકથી રવીભાઈ મનસુખભાઈ સોલંકી (ઉં.૩૬) ને રૂ. ૧૨૦ ની રોકડ સાથે પકડી પાડવામાં આવ્યો.

  • કાલાવડ ગ્રામ્ય (નીકાવા): નીકાવા ગામના સામાકાંઠેથી સકીલભાઈ ઉર્ફે ટીનો નુરશાભાઈ શાહમદાર (ઉં.૪૨) ને રૂ. ૪૨૫ રોકડા અને વર્લી-મટકાના સામાન સાથે પકડવામાં આવ્યો.

  • ધુવાવ (પંચકોશી ‘એ’): ધુવાવ હાઉસિંગ બોર્ડ ગરબીચોક પાસેથી રીઝવાનભાઈ ગુલામકાદરભાઈ શેખ (ઉં.૪૬) ને રૂ. ૨૧૦ ની રોકડ સાથે ઝડપી લીધો.

  • હાપા: હાપા ચાંદની ચોક ટાવર પાસેથી વાસુદેવ ચંદુભાઈ સરવૈયા (ઉં.૩૦) ને રૂ. ૨૨૦ રોકડા અને મટકાના સાહિત્ય સાથે પકડ્યો.

પોલીસે આ પાંચેય કિસ્સામાં આરોપીઓ સામે જુગારધારા કલમ ૧૨(અ) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Comment

और पढ़ें