BCCIના CoE રિપોર્ટના મોટા ખુલાસા: IPL 2026 પછી ખેલાડીઓની ફિટનેસ બગડી, ૩૨ ટોચના ખેલાડીઓ રિહેબમાં! સોનાના ભાવમાં ઘટાડો: ૧ લાખ સુધી ગગડશે કે પછી આવશે નવો ઉછાળો? જાણો બજારની સ્થિતિ અને ૪ મુખ્ય કારણો જૂનાગઢ સિવિલ હોસ્પિટલનો મોટો નિર્ણય: હવે લેબોરેટરી રિપોર્ટ માટે નહીં ખાવા પડે ધક્કા, સીધા WhatsApp પર મળશે ડિજિટલ રિપોર્ટ અમદાવાદના શાહીબાગમાં વેપારીના ઘરે ૩૫ લાખની ચોરી કરનાર કુખ્યાત ઘરઘાટી ઝડપાયો: ચોરીના નાણાંમાંથી મંદિરમાં કરતો દાન દિવાળી પહેલાં સુરતવાસીઓને ભેટ: યોગીચોક-પુણા અને મોટા વરાછા વચ્ચે કનેક્ટિવિટી સરળ બનાવતો નવો બ્રિજ ટૂંક સમયમાં થશે શરૂ ઘરે જ બેસીને માત્ર ૬૦ સેકન્ડમાં જાણો તમારા હૃદયનું સ્વાસ્થ્ય: જાણો ૩ સરળ ટેસ્ટ

IPL નો સ્ટાર બોલર જ બન્યો CSK નો બોલિંગ કોચ, જહીર ખાનની ભલામણ પર મળી જવાબદારી

ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)એ IPL 2027 સીઝન પહેલાં પોતાના સપોર્ટ સ્ટાફમાં ફેરફાર કરતાં પૂર્વ ફાસ્ટ બોલર મોહિત શર્માને ટીમના નવા બોલિંગ કોચ તરીકે નિયુક્ત કરવાનું નક્કી કર્યું છે. CSK ના CEO કાશી વિશ્વનાથને આ નિર્ણયની પુષ્ટિ કરી છે.

ટીમના નવા હેડ કોચ ઝહીર ખાનની ભલામણ પર મોહિત શર્માની આ પદ માટે પસંદગી કરવામાં આવી છે. તે એરિક સિમન્સનું સ્થાન લેશે. સ્ટીફન ફ્લેમિંગના સ્થાને હેડ કોચ બનેલા ઝહીર ખાન પોતાના નેતૃત્વ હેઠળ નવો કોચિંગ સ્ટાફ તૈયાર કરી રહ્યા છે, જેમાં મોહિત શર્મા પ્રથમ મુખ્ય નિમણૂક છે.

મોહિત શર્માની ક્રિકેટિંગ કારકિર્દી અને મુખ્ય વિગતો:

  • CSK સાથે સંબંધ: મોહિત શર્મા CSK માટે ૪ સીઝન રમી ચૂક્યો છે અને ૪૮ મેચોમાં ૫૮ વિકેટ લીધી છે. વર્ષ ૨૦૧૪માં તેણે CSK તરફથી ૨૩ વિકેટ ઝડપીને ‘પર્પલ કેપ’ જીતી હતી.

  • IPL રેકોર્ડ: સમગ્ર IPL કરિયરમાં ૧૨૦ મેચોમાં ૧૩૪ વિકેટ ઝડપી છે. ગુજરાત ટાઈટન્સ (GT) માટે ૨૦૨૩ની સીઝનમાં તેણે ૧૪ મેચોમાં ૨૭ વિકેટ મેળવી ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.

  • આંતરરાષ્ટ્રીય કારકિર્દી: ભારતીય ટીમ તરફથી ૨૬ વન-ડે અને ૮ T20 મેચ રમનાર મોહિત ૨૦૧૫ના વર્લ્ડ કપ વિજેતા સ્ક્વોડનો હિસ્સો પણ હતો.

  • નિવૃત્તિ: ડિસેમ્બર ૨૦૨૫માં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધા બાદ હવે તે CSK ના યુવા અને અનુભવી બોલરોને માર્ગદર્શન આપીને પોતાની કોચિંગ કારકિર્દીની નવી ઇનિંગ શરૂ કરશે.

Leave a Comment

और पढ़ें