BCCIના CoE રિપોર્ટના મોટા ખુલાસા: IPL 2026 પછી ખેલાડીઓની ફિટનેસ બગડી, ૩૨ ટોચના ખેલાડીઓ રિહેબમાં! સોનાના ભાવમાં ઘટાડો: ૧ લાખ સુધી ગગડશે કે પછી આવશે નવો ઉછાળો? જાણો બજારની સ્થિતિ અને ૪ મુખ્ય કારણો જૂનાગઢ સિવિલ હોસ્પિટલનો મોટો નિર્ણય: હવે લેબોરેટરી રિપોર્ટ માટે નહીં ખાવા પડે ધક્કા, સીધા WhatsApp પર મળશે ડિજિટલ રિપોર્ટ અમદાવાદના શાહીબાગમાં વેપારીના ઘરે ૩૫ લાખની ચોરી કરનાર કુખ્યાત ઘરઘાટી ઝડપાયો: ચોરીના નાણાંમાંથી મંદિરમાં કરતો દાન દિવાળી પહેલાં સુરતવાસીઓને ભેટ: યોગીચોક-પુણા અને મોટા વરાછા વચ્ચે કનેક્ટિવિટી સરળ બનાવતો નવો બ્રિજ ટૂંક સમયમાં થશે શરૂ ઘરે જ બેસીને માત્ર ૬૦ સેકન્ડમાં જાણો તમારા હૃદયનું સ્વાસ્થ્ય: જાણો ૩ સરળ ટેસ્ટ

અમદાવાદ: સ્કૂલ, કોર્ટ, મોદી સ્ટેડિયમ અને દિલજીત દોસાંઝના કાર્યક્રમમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી

અમદાવાદમાં સ્કૂલ, કોર્ટ, મોદી સ્ટેડિયમ અને દિલજીત દોસાંઝના કાર્યક્રમમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી

અમદાવાદ શહેરમાં ફરી એકવાર ઇમેઇલ દ્વારા બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવતા સુરક્ષા એજન્સીઓમાં અને પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ વખતે અગાઉની સરખામણીમાં એકસાથે અનેક સંવેદનશીલ સ્થળોને નિશાન બનાવવાની ધમકી આપવામાં આવી છે.

ધમકીભર્યા ઇમેઇલમાં શહેરની અંદાજે ૧૦ જેટલી ખ્યાતનામ શાળાઓ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને આગામી સમયમાં યોજાનાર ગાયક દિલજીત દોસાંઝના ભવ્ય કાર્યક્રમમાં વિસ્ફોટ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

ધમકીના મુખ્ય દાયરામાં આવેલા સ્થળો:

  • શાળાઓ: વેજલપુરની ઝાયડસ સ્કૂલ, સેટેલાઈટની બોડકદેવ સ્કૂલ ફોર ચિલ્ડ્રન, છારોડીની એસજીવીપી (SGVP), સંત કબીર સ્કૂલ અને ડ્રાઈવ ઇન રોડ પર આવેલી એશિયા સ્કૂલ સહિતની ૧૦ જેટલી શાળાઓ.

  • મહત્વની સંસ્થાઓ અને આયોજનો: ગુજરાત હાઈકોર્ટ, વિશ્વનું સૌથી મોટું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ અને લોકપ્રિય ગાયક દિલજીત દોસાંઝનો લાઈવ કોન્સર્ટ કાર્યક્રમ.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર, બોમ્બ સ્ક્વોડ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઉક્ત તમામ સ્થળો પર સઘન ચેકિંગ તથા તપાસ હાથ ધરવામાં આવી છે તેમજ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે.

Leave a Comment

और पढ़ें