દેશમાં ઇલેક્ટ્રિક વાહનો (EV) અપનાવવાની ગતિ ઝડપથી વધી રહી છે. સપ્ટેમ્બર ૨૦૨૬ ના વાહન ડેશબોર્ડ આધારિત ડેટા અનુસાર, કુલ EV રજીસ્ટ્રેશનમાં દેશના ટોચના ૧૦ રાજ્યોનો હિસ્સો જ ૭૩% જેટલો રહ્યો છે.
મુખ્ય પાસાં અને પ્રાદેશિક વિગતો:
-
ઉત્તર પ્રદેશ સમગ્ર દેશમાં મોખરે: ૪૪,૨૫૩ એકમોના રજીસ્ટ્રેશન અને ૧૩.૨૬% હિસ્સા સાથે ઉત્તર પ્રદેશ પ્રથમ સ્થાને રહ્યું છે. મહારાષ્ટ્ર (૩૯,૧૦૮ એકમો – ૧૧.૭૨%) બીજા અને કર્ણાટક (૨૮,૬૦૬ એકમો – ૮.૫૭%) ત્રીજા સ્થાને રહ્યા છે.
-
પ્રાદેશિક સરખામણી અને માંગનું વલણ:
-
દક્ષિણ ભારત (૨૯% હિસ્સો): અહીં અંગત વપરાશ માટેના વાહનોની માંગ વધુ છે, જેમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ સૌથી આગળ છે. (કર્ણાટક દક્ષિણ ભારતમાં પ્રથમ ક્રમે રહ્યું).
-
ઉત્તર ભારત (૨૩% હિસ્સો): ઉત્તર ભારતીય રાજ્યોમાં કોમર્શિયલ અને લાસ્ટ-માઈલ કનેક્ટિવિટી માટે ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર્સનો દબદબો વધારે જોવા મળ્યો છે.
-
-
અન્ય રાજ્યોનું પ્રદર્શન: તમિલનાડુ (૨૭,૧૯૨) ચોથા સ્થાને રહ્યું છે. આ સિવાય મધ્યપ્રદેશ (૧૯,૨૭૯), બિહાર (૧૮,૯૫૧), રાજસ્થાન (૧૭,૭૮૩), કેરળ (૧૬,૧૫૯), ઓડિશા (૧૬,૦૯૦) અને દિલ્હી (૧૪,૯૮૨) માં પણ નોંધપાત્ર રજીસ્ટ્રેશન નોંધાયા છે.









