દિવાળી પહેલા અમદાવાદીઓ માટે આનંદના સમાચાર: કાંકરિયા તળાવમાં ફરી બોટિંગ શરૂ, સલામતીના કડક નિયમો સાથે જૂના ભાવ યથાવત્ તહેવારોમાં મહારાષ્ટ્ર FDA નો સપાટો: પતંજલિના ગાયના ઘી સહિત રૂ. ૯ કરોડથી વધુનો ખાદ્યજથ્થો સીઝ, ૧૯ એકમોના લાઇસન્સ રદ સાબરમતી જેલ સહિત ગુજરાતભરની જેલો ઉડાવવાની ધમકી: DGP કચેરી પર ઈમેઈલ આવતાં પોલીસ તંત્રમાં દોડધામ વડોદરામાં રૂ. ૧૦ કરોડનું રિયલ એસ્ટેટ કૌભાંડ: ભાજપના પૂર્વ હોદ્દેદાર સુરેશ પાનસૂરિયા સહિત ૫ સામે વધુ બે ગુના દાખલ શેરબજારમાં શાનદાર તેજી: ક્રૂડ ઓઈલ ગગડતા સેન્સેક્સ ૧,૨૩૩ પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૭.૯૨ લાખ કરોડનો વધારો દૂરદર્શનના સુવર્ણ યુગના સર્જક અને જાણીતા સાહિત્યકાર વેદ રાહીનું ૯૩ વર્ષની વયે થાણેમાં નિધન

ભાવનગર: દિવાળીના તહેવારોમાં રાત્રે માત્ર બે કલાક જ ફટાકડા ફોડી શકાશે; ઓનલાઈન વેચાણ અને વિદેશી ફટાકડા પર પ્રતિબંધ

દિવાળીના તહેવારમાં રાત્રે બે કલાક જ ફટાકડા ફોડી શકાશે

ભાવનગર જિલ્લામાં આગામી દિવાળી અને તહેવારોના દિવસોમાં પર્યાવરણ અને ધ્વનિ પ્રદૂષણ પર નિયંત્રણ મેળવવા તેમજ નાગરિકોની સલામતી જાળવવા માટે વહીવટી તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જારી કરવામાં આવેલા જાહેરનામા મુજબ, જિલ્લામાં તહેવારો દરમિયાન માત્ર રાત્રિના ૮ થી ૧૦ કલાક દરમિયાન જ ફટાકડા ફોડી શકાશે. આ નિયમનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.

જાહેરનામાની મુખ્ય શરતો અને પ્રતિબંધો:

  • સમય મર્યાદા: સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશો અનુસાર તા. ૪-૧૧ થી તા. ૩૦-૧૧ દરમિયાન રાત્રિના ૮ થી ૧૦ વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે.

  • ઓનલાઈન અને વિદેશી ફટાકડા પર પ્રતિબંધ: ફ્લિપકાર્ટ, એમેઝોન જેવી ઈ-કોમર્સ વેબસાઈટ દ્વારા ફટાકડાના ઓનલાઈન ઓર્ડર લઈ શકાશે નહીં કે તેનું વેચાણ થઈ શકશે નહીં. આ ઉપરાંત કોઈપણ પ્રકારના વિદેશી ફટાકડાની આયાત અને વેચાણ પર પણ સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

  • સાયલન્ટ ઝોન: હોસ્પિટલો, નર્સિંગ હોમ, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો અને ધાર્મિક સ્થળોની ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારને ‘સાયલન્ટ ઝોન’ જાહેર કરવામાં આવ્યા છે, જ્યાં ફટાકડા ફોડવા પર સખત મનાઈ ફરમાવાઈ છે.

  • સિરીઝના ફટાકડા પર રોક: લાંબી સિરીઝ કે લૂમ સ્વરૂપે જોડાયેલા ફટાકડા (લડીઓ)નું વેચાણ કે ઉપયોગ કરી શકાશે નહીં. માત્ર અધિકૃત બનાવટવાળા અને નિર્ધારિત ધ્વનિ મર્યાદા (માય ધ્વનિ સ્તર) ધરાવતા ફટાકડા જ વેચી કે વાપરી શકાશે.

  • સુરક્ષાના કારણોસર પ્રતિબંધિત વિસ્તારો: શહેરની મુખ્ય બજારો, શેરીઓ, જાહેર રસ્તાઓ, પેટ્રોલપંપ, એલપીજી બોટલિંગ પ્લાન્ટ, ગેસ સ્ટોરેજ ગોદામો અને હવાઈ મથકની આસપાસના વિસ્તારોમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેથી અગ્નિકાંડ કે દુર્ઘટનાઓ ટાળી શકાય.

Leave a Comment

और पढ़ें