ગુજરાતમાં માત્ર રૂ.5,400માં લગાવો સોલાર રૂફટોપ, સમજો 90 ટકા સબસિડીનું સંપૂર્ણ ગણિત
ગાંધીનગર: રાજ્યમાં વીજ વપરાશના વધતા ખર્ચ સામે સામાન્ય નાગરિકોને કાયમી રાહત આપવા અને ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવાના હેતુથી ગુજરાત સરકારે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારની ‘પીએમ સૂર્ય ઘર: મુફ્ત બિજલી યોજના’ અંતર્ગત હવે રાજ્ય સરકારે પોતાની વધારાની સ્ટેટ સબસિડી જોડવાની જાહેરાત કરી છે. આ ડબલ સબસિડીના લાભથી નાગરિકોને કુલ ૯૦ ટકા સુધીની માતબર સહાય મળશે, જેના કારણે હવે માત્ર નજીવા ખર્ચે ઘર બેઠા સોલાર રૂફટોપ ઇન્સ્ટોલ કરી શકાશે.
સોલાર રૂફટોપ સબસિડી અને ખર્ચનું સંપૂર્ણ ગણિત:
-
૯૦ ટકા સુધીની કુલ સબસિડી: કેન્દ્ર અને રાજ્ય સરકારની સંયુક્ત સહાયથી સામાન્ય વર્ગના ગ્રાહકે નિયત ખર્ચના માત્ર ૧૦ ટકા જ રકમ ચૂકવવાની રહેશે, જ્યારે SC/ST કેટેગરીના ગ્રાહકો માટે આ ખર્ચ ઘટીને માત્ર ૫ ટકા જ રહેશે.
-
૧ કિલોવોટ (1 kW) સિસ્ટમનું ગણિત:
-
કુલ બેન્ચમાર્ક ખર્ચ: રૂ. ૫૪,૦০০
-
કેન્દ્ર સરકારની સહાય: રૂ. ૩૨,૪૦૦
-
રાજ્ય સરકારની નવી સબસિડી: સામાન્ય વર્ગ માટે રૂ. ૧૬,૨০০ (અને SC/ST વર્ગ માટે રૂ. ૧૮,૯૦૦)
-
ગ્રાહકે ચૂકવવાની ચોખ્ખી રકમ: સામાન્ય નાગરિક માટે માત્ર રૂ. ૫,૪૦૦ (૧૦%) અને SC/ST વર્ગના નાગરિક માટે માત્ર રૂ. ૨,૭૦૦ (૫%). (અગાઉ આ જ સિસ્ટમ માટે ગ્રાહકે રૂ. ૨૧,૬૦૦ સુધીનો ખર્ચ કરવો પડતો હતો.)
-
-
૨ કિલોવોટ (2 kW) સિસ્ટમનું ગણિત:
-
કુલ બેન્ચમાર્ક ખર્ચ: રૂ. ૧,૦૭,૨૦૦
-
કેન્દ્ર સરકારની સહાય: રૂ. ૬૨,૮૦૦
-
રાજ્ય સરકારની નવી સબસિડી: સામાન્ય વર્ગ માટે રૂ. ૩૩,૬૮૦ (અને SC/ST વર્ગ માટે રૂ. ૩૯,૦૪૦)
-
ગ્રાહકે ચૂકવવાની ચોખ્ખી રકમ: સામાન્ય નાગરિક માટે માત્ર રૂ. ૧૦,૭૨૦ (૧૦%) અને SC/ST વર્ગના નાગરિક માટે માત્ર રૂ. ૫,૩૬૦ (૫%). (અગાઉ આ ખર્ચ રૂ. ૪૪,૪૦૦ જેટલો થતો હતો.)
-
યોજનાના અન્ય મહત્ત્વના મુદ્દાઓ:
-
રાજ્યના ૩ લાખ પરિવારોને સીધો લાભ: આ નવી જોગવાઈ અમલમાં આવવાથી રાજ્યના ૩ લાખથી વધુ પરિવારોને મોંઘા વીજ બિલમાંથી મુક્તિ મળશે. આ માટે રાજ્ય સરકાર અંદાજે રૂ. ૧,૦૦૦ કરોડનો વધારાનો નાણાકીય બોજ ઉઠાવશે.
-
ગુજરાત અગ્રેસર: ઉલ્લેખનીય છે કે સોલાર રૂફટોપ ક્ષેત્રે ગુજરાત દેશભરમાં મોખરે રહ્યું છે અને રાજ્યમાં અગાઉથી જ ૮.૫ લાખથી વધુ ઘરો પર સોલાર રૂફટોપ સિસ્ટમ કાર્યરત છે.









