‘ઈમ્યુનિટી’ના નામે લૂંટ ચાલતી રહી ને તંત્ર ઊંઘતું રહ્યું! લોકોમાં રોષ પછી આખરે FSSAI જાગ્યું, ખોટા દાવા કરતા ઈન્ફ્લુએન્સર્સ સામે કડક કાનૂની કાર્યવાહીની ચેતવણી

સોશિયલ મીડિયા પર ખાદ્ય પદાર્થો અને હેલ્થ સપ્લિમેન્ટ્સના નામે ગ્રાહકોને ગેરમાર્ગે દોરતી જાહેરાતો સામે ‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા’ (FSSAI)એ લાલ આંખ કરી છે. કોઈપણ ચકાસણી વગર રોગપ્રતિકારક શક્તિ (ઈમ્યુનિટી) કે પોષક તત્વોના અતિશયોક્તિભર્યા દાવા કરતા સેલેબ્રિટીઝ અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ સામે હવે કડક કાયદાકીય કદમ ઉઠાવવામાં આવશે.

પ્રોડક્ટની સત્યતા ચકાસ્યા વિના પ્રચાર કર્યો તો થશે કાર્યવાહી

  • ચકાસણી ફરજિયાત: FSSAIએ સ્પષ્ટ આદેશ આપ્યો છે કે સેલેબ્રિટીઝ કે ડિજિટલ ક્રિએટર્સે કોઈપણ બ્રાન્ડનો પ્રચાર કરતા પહેલાં કંપનીના દાવા વૈજ્ઞાનિક રીતે સાચા અને ફૂડ સેફ્ટીના નિયમો મુજબના છે કે નહીં તેની ખાતરી કરવી પડશે.

  • નૈતિક જવાબદારી: નિયામક સંસ્થાએ જણાવ્યું કે સામાન્ય જનતા સેલેબ્રિટીઝ પર વિશ્વાસ મૂકીને પ્રોડક્ટ ખરીદતી હોય છે, તેથી લોકોના ભરોસા સાથે રમત રમનારાઓ સામે કાનૂની પગલાં ભરાશે.

ખોટા દાવા કરનારાઓ સામે Food Safety Act હેઠળ એક્શન

  • કાયદાકીય કાર્યવાહી: પાકા વૈજ્ઞાનિક પુરાવા વગર ઈમ્યુનિટી વધારવાના કે હેલ્થ સંબંધિત ભ્રામક દાવા કરનારાઓ સામે ‘Food Safety and Standards Act, 2006’ તેમજ ‘Food Safety and Standards (Advertising and Claims) Regulations, 2018’ હેઠળ દંડાત્મક કાર્યવાહી કરાશે.

  • ફરિયાદ કરવા અપીલ: FSSAIએ નાગરિકોને પણ વિનંતી કરી છે કે જો કોઈ આવી ગેરમાર્ગે દોરતી કે ભ્રામક જાહેરાતો નજરે પડે તો તેના ‘ફૂડ સેફ્ટી કનેક્ટ’ (Food Safety Connect) પોર્ટલ પર તાત્કાલિક ફરિયાદ નોંધાવવી.

Leave a Comment

और पढ़ें