80મા સ્વાતંત્ર્ય પર્વે ધ્વજવંદન બાદ મીડિયા સાથે વાતચીત કરતાં યોગગુરુ બાબા રામદેવે દેશમાં સરકારી નોકરીઓની ભરતી પ્રક્રિયા અને ઇન્ટરવ્યુ વ્યવસ્થા સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે 99% સરકારી ભરતીઓમાં મોટા પાયે ગેરરીતિઓ, ભલામણો અને લાંચખોરી ચાલી રહી છે. જો સિસ્ટમમાં તાત્કાલિક સુધારો નહીં આવે તો રસ્તા પર ઉતરીને ફરી એકવાર મોટું જનઆંદોલન કરવાની તેમણે ચીમકી આપી છે.
ઇન્ટરવ્યુમાં લાંચખોરી અને વગદાર લોકોનો દબદબો
-
યોગ્ય ઉમેદવારોને અન્યાય: બાબા રામદેવે આકરા પ્રહારો કરતાં જણાવ્યું કે ભરતી પરીક્ષાઓ બાદ લેવાતા ઇન્ટરવ્યુ દરમિયાન ખુલ્લેઆમ લાંચ લેવાય છે. પોતાની જાતિ, વર્ગ કે સંગઠનના લોકોને લાભ પહોંચાડીને મહેનતુ અને યોગ્યતા ધરાવતા યુવાનોને બહાર કરી દેવામાં આવે છે.
-
જેન-ઝીના આક્રોશ વચ્ચે નિવેદન: દેશમાં શિક્ષણ અને રોજગારી મુદ્દે હાલમાં જ યુવાનો (Gen-Z) રસ્તા પર આવ્યા છે, ત્યારે બાબા રામદેવના આ સૂચક નિવેદને રાજકીય અને સામાજિક આલમમાં ગરમાવો લાવી દીધો છે.
નેતાઓને અંદરોઅંદર લડાઈ અને નફરત બંધ કરવા અપીલ
-
વિદેશી તાકાતો સામે લડો: રાજકારણીઓને ટકોર કરતાં તેમણે કહ્યું કે દેશની અંદર અંદરોઅંદર લડવાને બદલે લડવા માટે પાકિસ્તાન અને અન્ય વિદેશી તાકાતો પડી છે.
-
સારા કાર્યોની પ્રશંસા કરો: દેશમાં એકબીજા પ્રત્યે નફરત અને વેરભાવ ફેલાવવાનું બંધ થવું જોઈએ. પક્ષપાતથી ઉપર ઉઠીને દેશમાં થઈ રહેલા સારા કાર્યોની પ્રશંસા પણ થવી જોઈએ.









