દેશભરમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉમંગભેર ઉજવણી થઈ રહી છે, ત્યારે દેવભૂમિ દ્વારકાના પ્રસિદ્ધ દ્વારકાધીશ જગતમંદિર ખાતે આધ્યાત્મિકતા અને રાષ્ટ્રભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. આ ખાસ પ્રસંગે જગતમંદિરના શિખર પર દેશની શાન સમો રાષ્ટ્રધ્વજ તિરંગો લહેરાવવામાં આવ્યો હતો.
આધ્યાત્મકતા સાથે રાષ્ટ્રભક્તિનો અદભુત સમન્વય
-
વિશેષ નજારો: મંદિરના શિખર પર લહેરાતા તિરંગા સાથે ભગવાન દ્વારકાધીશની પાવન નગરી દેશપ્રેમના રંગે રંગાઈ હતી. આ મનોરમ દ્રશ્ય નિહાળી દર્શનાર્થે આવેલા દેશભરના ભક્તો અને સ્થાનિકોમાં ગૌરવની લાગણી પ્રસરી ગઈ હતી.
-
હર ઘર તિરંગાનો સંદેશ: જગતમંદિરથી દેશવાસીઓને સંદેશ આપવામાં આવ્યો કે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી માત્ર સરકારી કાર્યક્રમો પૂરતી સીમિત ન રહેવી જોઈએ. દરેક નાગરિક પોતાના ઘરે તિરંગો લહેરાવીને ‘હર ઘર તિરંગા’ અભિયાનને વધુ ગૌરવપૂર્ણ અને સફળ બનાવે.









