રાજકોટમાં દારૂના વેચાણ અને સેવન સામે પોલીસનું મેગા ઓપરેશન, છેલ્લા 3 દિવસમાં 130 થી વધુ ગુના દાખલ

રાજકોટ શહેરમાં દારૂબંધીનો કડક અમલ કરાવવા માટે પોલીસ તંત્રે બૂટલેગરો અને અસામાજિક તત્વો સામે લાલ આંખ કરી છે. રાજ્યના ડીજીપી (DGP) ની ખાસ સૂચનાના આધારે રાજકોટ શહેર પોલીસે દારૂના વેચાણ અને સેવનના દૂષણને નાથવા માટે સઘન ચેકિંગ ઝુંબેશ શરૂ કરી છે.

મેગા ડ્રાઇવ દરમિયાન મોટી કાનૂની કાર્યવાહી

  • 130 થી વધુ ગુના નોંધાયા: દારૂના કબ્જા અને દેશી-વિદેશી દારૂના વેચાણ અંગે છેલ્લા 3 દિવસમાં 130 થી વધુ કેસ દાખલ કરવામાં આવ્યા છે.

  • પીધેલા ઇસમોની ધરપકડ: જાહેર સ્થળોએ દારૂનું સેવન કરીને અફરાતફરી સર્જતા 8 જેટલા પીધેલા ઇસમો ની સ્થળ પરથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરાઈ છે.

બૂટલેગરો અને ગેંગ સામે GUJCTOC તથા PASA હેઠળ પગલાં

  • ગુજસીટોક (GUJCTOC) હેઠળ કાર્યવાહી: પ્રોહિબિશનની ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સંકળાયેલી મોટા ગજાની 2 ગેંગ સામે છેલ્લા 2 મહિનામાં કડક ‘ગુજસીટોક’ કાયદા હેઠળ ગુનો નોંધી જેલભેગા કરાયા છે.

  • તડીપાર અને પાસા: વારંવાર ગુના આચરતા તત્વો સામે પાસા (PASA) અને તડીપાર જેવા આકરાં પગલાં લેવામાં આવી રહ્યા છે.

નાગરિકો માટે હેલ્પલાઇન અને માહિતી ગુપ્ત રાખવાની ખાતરી

રાજકોટ શહેર DCP ક્રાઇમ જગદીશ બાંગરવાએ નાગરિકોને અપીલ કરી છે કે આસપાસ દારૂ, જુગાર કે કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ ચાલે તો તુરંત પોલીસનો સંપર્ક કરવો:

  • DCB પોલીસ સ્ટેશન હેલ્પલાઇન: 63596 29896

  • ગુપ્તતાની ખાતરી: માહિતી આપનાર નાગરિકની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે.

Leave a Comment

और पढ़ें