બોલિવૂડ એક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટા અને કુણાલ ખેમૂ સ્ટારર નવી સ્પાય કોમેડી થ્રિલર ફિલ્મ ‘વાઇબ’ (Vibe) નું મજેદાર ટીઝર જાહેર કરવામાં આવ્યું છે. સની દેઓલ સાથેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘બંટવારા 1947’ બાદ પ્રીતિ ઝિન્ટાની આ નવી ફિલ્મ આવતા મહિને સિનેમાઘરોમાં ધમાક મચાવવા આવી રહી છે.
સ્ટારકાસ્ટ, ડિરેક્શન અને પ્રોડક્શન
-
મુખ્ય કલાકારો: પ્રીતિ ઝિન્ટા, કુણાલ ખેમૂ અને સ્પર્શ શ્રીવાસ્તવ લીડ રોલમાં જોવા મળશે. આ સિવાય યશપાલ શર્મા અને ભોજપુરી સ્ટાર દિનેશ લાલ યાદવ (નિરહુઆ) પણ મહત્વના રોલમાં છે.
-
ડિરેક્શન: કુણાલ ખેમૂએ આ ફિલ્મમાં અભિનય સાથે ડિરેક્શન ની જવાબદારી પણ નિભાવી છે. વર્ષ 2024 માં ‘મડગાંવ એક્સપ્રેસ’ થી ડિરેક્ટર તરીકે સફળ ડેબ્યૂ કર્યા બાદ આ તેમની બીજી ફિલ્મ છે.
-
પ્રોડ્યુસર: કુણાલ ખેમૂ અને ચિરાગ નિહલાની.
ટીઝરમાં બે મિત્રોનું મનોરંજક સ્પાય મિશન
ટીઝર મુજબ, દેશ પર એક હુમલો થવાની જાણ થતાં પ્રીતિ ઝિન્ટા બે એવા મિત્રો (કુણાલ ખેમૂ અને સ્પર્શ) ને દેશ બચાવવાની જવાબદારી સોંપે છે જેઓ પોતે મુશ્કેલીથી પોતાનું જીવન સંભાળી રહ્યા છે.
-
કોમેડી પંચ: પ્રીતિ જ્યારે તેમને મિશન માટે તૈયાર કરે છે ત્યારે કુણાલ ખેમૂ કોમિક અંદાજમાં કહે છે કે, “જો દેશને મારી જરૂર હોય, તો વાત પહેલેથી જ હાથમાંથી નીકળી ગઈ છે! પઠાણ કે ટાઇગર જેવા એજન્ટને મોકલો ને.”
-
‘સોલ્જર’ ફિલ્મની યાદ: પ્રીતિ જ્યારે તેમને “સોલ્જર” બનવા કહે છે ત્યારે કુણાલ રમૂજી રીતે જવાબ આપે છે, “હું કેવી રીતે સોલ્જર બનું, શું હું બોબી દેઓલ છું?” (ઉલ્લેખનીય છે કે 1998 ની સુપરહિટ ફિલ્મ ‘સોલ્જર’ માં પ્રીતિ અને બોબી દેઓલ સાથે જોવા મળ્યા હતા).
રિલીઝ ડેટ
સ્પાય મિશન અને કોમેડીનો સંગમ ધરાવતી ફિલ્મ ‘વાઇબ’ 18 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.









