અમદાવાદમાં નવી ‘ડિમોલિશન પોલિસી-૨૦૨૬’ જાહેર: હવે માત્ર દિવસે જ બાંધકામ તોડી શકાશે, ૭ દિવસ અગાઉ જાણ કરવી ફરજિયાત ભાવનગર પોલીસ બેડામાં એક સાથે ૨૩ કર્મચારીઓની બદલી: વરતેજ મથકના ૭ પોલીસકર્મીઓ પર પડી ગાજ સુરત: કચરાના ડુંગર અને આગની ભેટ આપનાર કોન્ટ્રાક્ટરને પાલિકાએ વિદાય આપી, ૧૫૧ કરોડનું ચૂકવણું અટકાવ્યું મોંઘવારીનો ડબલ ડોઝ: દિવાળી પહેલાં ઘી-બટરના ભાવ વધ્યા બાદ અદાણી CNG માં રૂ. ૨.૩૦ નો વધારો વેસ્ટઝોન આંતર યુનિ. હોકી બહેનોની સ્પર્ધામાં ભાવનગર યુનિ.નો ડંકો વાગ્યો: પ્રથમ વખત મેળવી ઐતિહાસિક સફળતા દીકરી બનીને દિવાળીએ પિયર પધારે છે માતાજી: અમદાવાદની પોળમાં ૧૫૦ વર્ષથી અખંડ શ્રદ્ધાની અનોખી પરંપરા

LCBએ જાબુંડી વાડીમાં જુગાર પર દરોડો પાડ્યો: 9 શખ્સોની ધરપકડ, નવ મોબાઇલ ફોન સહિત ₹60,100નો મુદ્દામાલ જપ્ત

પશ્ચિમ કચ્છ-ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ની ટીમે પધ્ધર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના જાબુંડી ગામની સીમમાં એક વાડીમાં ચાલતા તીનપત્તીના જુગાર પર સફળ દરોડો પાડ્યો છે. પોલીસે સ્થળ પરથી 9 શખ્સોને રમી રહ્યા હતા ત્યારે જ રંગેહાથ ઝડપી લીધા હતા.

બાતમીના આધારે દરોડો

  • સ્થળ: જાબુંડી ગામની સીમમાં આવેલી સ્મિતરાજસિંહ કૃષ્ણકુમારસિંહ જાડેજાની વાડીના ખુલ્લા શેડમાં જુગાર ચાલી રહ્યો હતો.

  • કાર્યવાહી: LCB ની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી ખાસ ખાનગી બાતમીના આધારે દરોડો પાડી જુગારધામનો પર્દાફાશ કર્યો હતો.

મિલકત અને મુદ્દામાલ જપ્ત

  • રોકડ રકમ: ₹15,100 રોકડા.

  • મોબાઇલ ફોન: ₹45,000 ની કિંમતના કુલ 9 નંગ મોબાઇલ ફોન.

  • કુલ મુદ્દામાલ: ગંજીપાનાના પત્તા સહિત કુલ ₹60,100 નો મુદ્દામાલ જપ્ત કરાયો.

પકડાયેલા 9 આરોપીઓ

ઝડપાયેલા શખ્સોમાં સ્મિતરાજસિંહ જાડેજા, દિપ ઠક્કર, બાદલગિરી ગોસ્વામી, ભરત રબારી, પ્રિત ઠક્કર, રૂતુરાજસિંહ જાડેજા, ગિરીરાજસિંહ જાડેજા, નિર્મલ જોષી અને સોહિલ મણકાનો સમાવેશ થાય છે. પધ્ધર પોલીસે તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Comment

और पढ़ें