વડોદરામાં 19 ખાદ્ય પદાર્થોના નમૂના ફેલ, જાણીતી બ્રાન્ડનો આઈસક્રીમ અનસેફ જાહેર!

વડોદરા મહાનગરપાલિકાની ખોરાક શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી લેવાયેલા ખાદ્ય પદાર્થોના લેબોરેટરી પરીક્ષણમાં 19 નમૂના ગુણવત્તાના ધોરણો પર ફેલ નીવડ્યા છે. આ કડક કાર્યવાહીથી ભેળસેળયુક્ત અને અસુરક્ષિત ખોરાક વેચતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

18 સબ-સ્ટાન્ડર્ડ અને 1 ‘અનસેફ’ જાહેર

  • સબ-સ્ટાન્ડર્ડ: તપાસમાં કુલ 18 નમૂનાઓ ગુણવત્તાહીન (સબ-સ્ટાન્ડર્ડ) મળી આવ્યા છે.

  • અનસેફ આઈસ્ક્રીમ: ‘શ્રી જનતા આઈસ્ક્રીમ એન્ડ જ્યુસ સેન્ટર’નો રાજભોગ આઈસ્ક્રીમ સબ-સ્ટાન્ડર્ડ હોવાની સાથે માનવ સ્વાસ્થ્ય માટે જોખમી એટલે કે ‘અનસેફ’ જાહેર કરાયો છે.

ફેલ થયેલા મુખ્ય સેમ્પલો અને સંસ્થાઓની યાદી

  • આઈસ્ક્રીમ અને ડેરી પ્રોડક્ટ્સ: શ્રી જનતા આઈસ્ક્રીમ (રાજભોગ – અનસેફ), ગુજરાત આઈસ્ક્રીમ (રોઝ અને કાજુદ્રાક્ષ), કમલા 3 (વેનીલા), મૃદા 12 (બ્લેક કરંટ), અનામીકા (રોસ્ટેડ બદામ અંજીર), માતેશ્વરી (વેનીલા), શ્રી રામકૃપા (માવો), શ્રીનાથજી ડેરી, અમૃતસરી કુલચા, અર્બન વેન્ચર્સ તથા શ્રી સાંઈ સુરતી ઢોસા (પનીર).

  • કરિયાણું અને અન્ય વાનગીઓ: માધવજી મસાલા (હળદર પાઉડર), સહજાનંદ સુપર સ્ટોર (ગોળ), ન્યુ મહાલક્ષ્મી (તુવેરદાળ), શેટ્ટીસ કીચન (ઢોસા), શિવ રાજકોટવાળા (સેવ).

  • પીવાનું પાણી: દયા આઈસ ફેક્ટરી (બ્લ્યુ) અને ભાનુ સેલ્સ (ઈન્ડિપેન્ડન્સ) ના પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર.

તંત્ર દ્વારા કડક કાર્યવાહીની ચેતવણી

દૈનિક વપરાશની ચીજોમાં ખામી સામે આવતાં મનપા દ્વારા તમામ દોષિત વેપારીઓ સામે દંડાત્મક પગલાં લેવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. આગામી દિવસોમાં આ ચેકિંગ ઝુંબેશ વધુ સઘન બનાવી ગુનેગાર વેપારીઓના લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Comment

और पढ़ें