અમદાવાદમાં નવી ‘ડિમોલિશન પોલિસી-૨૦૨૬’ જાહેર: હવે માત્ર દિવસે જ બાંધકામ તોડી શકાશે, ૭ દિવસ અગાઉ જાણ કરવી ફરજિયાત ભાવનગર પોલીસ બેડામાં એક સાથે ૨૩ કર્મચારીઓની બદલી: વરતેજ મથકના ૭ પોલીસકર્મીઓ પર પડી ગાજ સુરત: કચરાના ડુંગર અને આગની ભેટ આપનાર કોન્ટ્રાક્ટરને પાલિકાએ વિદાય આપી, ૧૫૧ કરોડનું ચૂકવણું અટકાવ્યું મોંઘવારીનો ડબલ ડોઝ: દિવાળી પહેલાં ઘી-બટરના ભાવ વધ્યા બાદ અદાણી CNG માં રૂ. ૨.૩૦ નો વધારો વેસ્ટઝોન આંતર યુનિ. હોકી બહેનોની સ્પર્ધામાં ભાવનગર યુનિ.નો ડંકો વાગ્યો: પ્રથમ વખત મેળવી ઐતિહાસિક સફળતા દીકરી બનીને દિવાળીએ પિયર પધારે છે માતાજી: અમદાવાદની પોળમાં ૧૫૦ વર્ષથી અખંડ શ્રદ્ધાની અનોખી પરંપરા

અમદાવાદમાં લીંબુના ભાવમાં ભડકો, 15 દિવસમાં ₹120થી વધીને ₹260 કિલો

અમદાવાદમાં લીંબુના ભાવમાં અચાનક મોટો વધારો થતાં સામાન્ય લોકોના બજેટ પર અસર પડી છે. આશરે પખવાડિયા પહેલાં ₹120 કિલો મળતા લીંબુનો છૂટક ભાવ હવે ₹240થી ₹260 પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. ભાવ વધતાં ગ્રાહકો હવે કિલો કે ગ્રામના બદલે નંગ પ્રમાણે લીંબુ ખરીદી રહ્યા છે.

યાર્ડમાં પણ આવક ઘટતાં ભાવ વધ્યા

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડમાં લીંબુના જથ્થાબંધ ભાવ ₹10-55થી વધીને ₹80-160 પ્રતિ કિલો થયા છે. એક વર્ષમાં લીંબુની આવકમાં પણ ઘટાડો નોંધાયો છે.

  • હાલની આવક: આશરે 6,710 ક્વિન્ટલ
  • ગયા વર્ષની આવક: 10,608 ક્વિન્ટલ
  • ઘટાડો: 3,898 ક્વિન્ટલ

આવક ઘટતાં બજારમાં પુરવઠો ઓછો થયો છે, જેના કારણે ભાવમાં ઝડપથી વધારો થયો છે.

દક્ષિણ ભારતથી પુરવઠો ઘટ્યો

વેપારીઓના જણાવ્યા મુજબ અમદાવાદમાં લીંબુ દક્ષિણ ભારત ઉપરાંત મહેસાણા, ભાવનગર અને પાલિતાણા જેવા વિસ્તારોમાંથી આવે છે. હાલ દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાંથી આવક ઘટી કે બંધ થઈ છે અને રાજસ્થાનથી મુખ્ય પુરવઠો થઈ રહ્યો છે.

ગરમીના કારણે કેટલાક વિસ્તારોમાં લીંબુ ઝાડ પરથી ખરી પડ્યા હતા. બીજી તરફ વરસાદ ખેંચાતા ફરી ગરમી વધવાથી માંગ વધી છે. ઓછો પુરવઠો અને વધેલી માંગ બંનેના કારણે ભાવમાં ઉછાળો આવ્યો છે.

નવરાત્રિ સુધી રાહતની શક્યતા ઓછી

વેપારીઓના મતે નવરાત્રિ પહેલાં લીંબુના ભાવમાં મોટો ઘટાડો થવાની શક્યતા ઓછી છે. દક્ષિણ ભારતમાંથી નવી આવક દશેરા આસપાસ શરૂ થયા બાદ બજારમાં પુરવઠો વધવાની શક્યતા છે. ત્યાં સુધી ગ્રાહકોને મોંઘા ભાવે લીંબુ ખરીદવાની ફરજ પડી શકે છે.

Leave a Comment

और पढ़ें