વડોદરાથી અમદાવાદ આવતો 843 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, રામોલ પોલીસે એકને પકડ્યો

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર રામોલ પોલીસે ખાનગી બસમાંથી મોટી માત્રામાં MD ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. પોલીસે મધ્યપ્રદેશના એક શખ્સની ધરપકડ કરી આશરે રૂ.25.30 લાખનો નશાકારક જથ્થો કબજે કર્યો છે.

બસ ચેકિંગ દરમિયાન ડ્રગ્સ મળ્યું

ચોક્કસ બાતમીના આધારે પોલીસે એક્સપ્રેસ હાઈવે પર વોચ ગોઠવી વડોદરા તરફથી આવતી બસને રોકી તપાસ કરી હતી. દરમિયાન આરોપીની બેગમાંથી 843 ગ્રામ 610 મિલિગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું હતું.

અમદાવાદમાં સપ્લાય કરવાનો હતો

પોલીસે મધ્યપ્રદેશના રહેવાસી રિઝવાન મન્સૂરીની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં ડ્રગ્સ અમદાવાદમાં સ્થાનિક પેડલરો સુધી પહોંચાડવાનું હોવાનું સામે આવ્યું છે.

સપ્લાયર સુધી પહોંચવા તપાસ

રામોલ પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ડ્રગ્સનો જથ્થો ક્યાંથી આવ્યો અને અમદાવાદમાં કોને આપવાનો હતો તે અંગે આરોપીની પૂછપરછ ચાલી રહી છે. પોલીસને આ નેટવર્કમાં વધુ લોકો સંડોવાયેલા હોવાની શક્યતા છે.

Leave a Comment

और पढ़ें