“UN સિક્યોરિટી કાઉન્સિલમાં સુધારાની જરૂર…”: BRICS સમિટમાં PM મોદીએ ૧૦ પ્રસ્તાવ રજૂ કર્યા

નવી દિલ્હીમાં યોજાયેલી ૨૦મી BRICS સમિટ ૨૦૨૬માં વિશ્વ નેતાઓને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત માટે ‘માનવતા પ્રથમ’ હોવાનું જણાવી UN સિક્યોરિટી કાઉન્સિલ અને વૈશ્વિક શાસન વ્યવસ્થામાં સુધારા માટે ૧૦ મહત્વપૂર્ણ પ્રસ્તાવો રજૂ કર્યા છે.

અહેવાલની મુખ્ય વિગતો

  • BRICSની ૨૦મી વર્ષગાંઠ: PM મોદીએ જણાવ્યું કે ૨૦ વર્ષની ઉંમરે BRICS પરિપક્વતાના તબક્કામાં પહોંચ્યું છે અને હવે પરસ્પર એકતાને વૈશ્વિક મંચ પર નક્કર પરિણામોમાં રૂપાંતરિત કરવાનો સમય આવી ગયો છે.

  • સંસ્થાકીય સાતત્ય માટે સુરક્ષિત ડિજિટલ ભંડાર: અધ્યક્ષપદ બદલાવાથી કામની ગતિ ન અટકે તે માટે ટ્રોઇકા મિકેનિઝમ અને દરેક નિર્ણયના મુખ્ય મુદ્દાઓ તથા સમયરેખા રેકોર્ડ કરવા માટે એક સુરક્ષિત ડિજિટલ ભંડાર (Digital Repository) બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

  • ગ્લોબલ સાઉથ અને ‘ભાગીદારીનું પ્લેટફોર્મ’: વર્તમાન વૈશ્વિક શાસનને સત્તાના કેન્દ્રીકરણવાળા “વિશેષાધિકારના પિરામિડ”માંથી મુક્ત કરી દરેક દેશનો અવાજ સાંભળવામાં આવે તેવા “ભાગીદારીના પ્લેટફોર્મ”માં ફેરવવાની હિમાયત કરી હતી.

  • BRICS સુધારા રોડમેપ: વૈશ્વિક શાસન સુધારા માટે રજૂ કરાયેલી ૧૦ દરખાસ્તોને આગામી સમિટ સુધીમાં ‘BRICS સુધારા રોડમેપ’ તરીકે વિકસાવવાનું આહ્વાન કર્યું હતું.

Leave a Comment

और पढ़ें