દિવાળી પહેલા અમદાવાદીઓ માટે આનંદના સમાચાર: કાંકરિયા તળાવમાં ફરી બોટિંગ શરૂ, સલામતીના કડક નિયમો સાથે જૂના ભાવ યથાવત્ તહેવારોમાં મહારાષ્ટ્ર FDA નો સપાટો: પતંજલિના ગાયના ઘી સહિત રૂ. ૯ કરોડથી વધુનો ખાદ્યજથ્થો સીઝ, ૧૯ એકમોના લાઇસન્સ રદ સાબરમતી જેલ સહિત ગુજરાતભરની જેલો ઉડાવવાની ધમકી: DGP કચેરી પર ઈમેઈલ આવતાં પોલીસ તંત્રમાં દોડધામ વડોદરામાં રૂ. ૧૦ કરોડનું રિયલ એસ્ટેટ કૌભાંડ: ભાજપના પૂર્વ હોદ્દેદાર સુરેશ પાનસૂરિયા સહિત ૫ સામે વધુ બે ગુના દાખલ શેરબજારમાં શાનદાર તેજી: ક્રૂડ ઓઈલ ગગડતા સેન્સેક્સ ૧,૨૩૩ પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૭.૯૨ લાખ કરોડનો વધારો દૂરદર્શનના સુવર્ણ યુગના સર્જક અને જાણીતા સાહિત્યકાર વેદ રાહીનું ૯૩ વર્ષની વયે થાણેમાં નિધન

ડીસામાં “ડીસા કે સરકાર” ગણેશ મહોત્સવનો ધામધૂમથી શુભારંભ: નાસિક બેન્ડ અને ડ્રોનશો બન્યા આકર્ષણનું કેન્દ્ર

બનાસકાંઠાના ડીસા શહેરમાં બગીચા સર્કલ નજીક “ડીસા કે સરકાર” ગણેશ મહોત્સવનો અત્યંત ભવ્ય અને ઉત્સાહપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. ગણેશજીની વિશાળ મૂર્તિની વિધિવત સ્થાપના સાથે શરૂ થયેલા આ મહોત્સવે સમગ્ર શહેરમાં ધાર્મિક આસ્થા અને સાંસ્કૃતિક ઉજવણીનો અનોખો માહોલ સર્જ્યો છે. આ પ્રસંગને યાદગાર બનાવવા માટે શહેરમાં એક વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગણેશજીના જયઘોષ સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.

આ શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ મહારાષ્ટ્રના નાસિકથી ખાસ મંગાવવામાં આવેલું બેન્ડ હતું, જેના તાલ પર યુવાનો ઉત્સાહભેર ઝૂમી ઊઠ્યા હતા. આયોજનમાં આધુનિક ટેક્નોલોજીનો સુંદર ઉપયોગ કરીને આકાશમાં ડ્રોન દ્વારા રંગબેરંગી આતશબાજી કરવામાં આવી હતી. આ ઉપરાંત દીકરીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી શૌર્યપૂર્ણ તલવારબાજીએ પણ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પૂર્વ ધારાસભ્ય અને હિન્દુ નેતા શશીકાંત પંડ્યાએ હાજરી આપી યુવાનોના ઉત્સાહને બિરદાવતા કહ્યું હતું કે આ હિન્દુસ્તાનનો હિન્દુ યુવા છે અને તે ક્યારેય રાષ્ટ્રવિરોધી વિચારધારા સાથે જોડાતો નથી. આગામી દિવસોમાં પણ ડીસામાં વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.

Leave a Comment

और पढ़ें