અમદાવાદમાં નવી ‘ડિમોલિશન પોલિસી-૨૦૨૬’ જાહેર: હવે માત્ર દિવસે જ બાંધકામ તોડી શકાશે, ૭ દિવસ અગાઉ જાણ કરવી ફરજિયાત ભાવનગર પોલીસ બેડામાં એક સાથે ૨૩ કર્મચારીઓની બદલી: વરતેજ મથકના ૭ પોલીસકર્મીઓ પર પડી ગાજ સુરત: કચરાના ડુંગર અને આગની ભેટ આપનાર કોન્ટ્રાક્ટરને પાલિકાએ વિદાય આપી, ૧૫૧ કરોડનું ચૂકવણું અટકાવ્યું મોંઘવારીનો ડબલ ડોઝ: દિવાળી પહેલાં ઘી-બટરના ભાવ વધ્યા બાદ અદાણી CNG માં રૂ. ૨.૩૦ નો વધારો વેસ્ટઝોન આંતર યુનિ. હોકી બહેનોની સ્પર્ધામાં ભાવનગર યુનિ.નો ડંકો વાગ્યો: પ્રથમ વખત મેળવી ઐતિહાસિક સફળતા દીકરી બનીને દિવાળીએ પિયર પધારે છે માતાજી: અમદાવાદની પોળમાં ૧૫૦ વર્ષથી અખંડ શ્રદ્ધાની અનોખી પરંપરા

૭૦% જેન ઝી યુવાનોએ વહેલું રિટાયરમેન્ટ લેવું છે, પણ માત્ર ૧૧% પાસે પૂરતા નાણાં: Axis Max Lifeનો સર્વે રિપોર્ટ

ભારતમાં વહેલા રિટાયરમેન્ટ (FIRE – Financial Independence, Retire Early) પ્રત્યે નવી પેઢીમાં ક્રેઝ વધ્યો છે, પરંતુ યોગ્ય આયોજન અને પૂરતી બચતના અભાવે આ લક્ષ્ય મેળવવું કઠિન બની રહ્યું છે. Axis Max Life દ્વારા જુલાઈ-ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન ભારતના ૪૦ શહેરોમાં કરાયેલા ‘IRIS 6.0’ સર્વે મુજબ ૭૦% શહેરી લોકો ૫૦ વર્ષની વય પહેલાં વહેલા નિવૃત્ત થવા ઈચ્છે છે.

અહેવાલના મુખ્ય મુદ્દાઓ

  • રોકાણની શરૂઆત અને પેઢીગત તફાવત:

    • Gen-Z: સરેરાશ ૨૯ વર્ષની ઉંમરે વિચારણા કરે છે અને ૬૨% લોકોએ રોકાણ શરૂ કર્યું છે.

    • Millennials: સરેરાશ ૩૧ વર્ષની વયે આયોજન કરે છે (૭૦% લોકો રોકાણકર્તા).

    • Gen X+: સરેરાશ ૩૪ વર્ષની વયે શરૂઆત કરી હતી, પરંતુ રોકાણ કરનારાઓનું પ્રમાણ સૌથી વધુ ૭૫% છે.

  • બચત અને નાણાકીય અસુરક્ષા:

    • ૬૧% લોકોને રિટાયરમેન્ટ માટે જરૂરી રકમનો અંદાજ છે, પરંતુ માત્ર ૧૧% લોકોને જ વિશ્વાસ છે કે તેમનું ભંડોળ આખી જિંદગી ચાલશે.

    • ૩૯% લોકોને ડર છે કે તેમની બચત રિટાયરમેન્ટ પછીના ૫ વર્ષ પણ માંડ ચાલશે (મુખ્ય કારણો: મોંઘવારી, દૈનિક ખર્ચ અને મેડિકલ ખર્ચ).

  • ‘૧ કરોડ રૂપિયા’ના ભંડોળની વાસ્તવિકતા:

    • વધી રહેલી મોંઘવારીને કારણે ૧ કરોડ રૂપિયા હવે પૂરતા નથી. ૨૦૨૫માં ૭૭% લોકો તેને પૂરતા માનતા હતા, જે ૨૦૨૬માં ઘટીને ૭૦% થઈ ગયા છે. ₹૧૫ લાખથી વધુ વાર્ષિક આવક ધરાવતા લોકોમાંથી માત્ર૫૧% જ ૧ કરોડને પૂરતા માને છે.

  • મોડેથી બચત કરવાનો અફસોસ:

    • ૪૫+ વયના ૯૧% લોકો અફસોસ કરે છે કે તેમણે વહેલું રોકાણ શરૂ ન કર્યું.

    • ૮૨% લોકોને લાગે છે કે રિટાયરમેન્ટ પછી પણ તેમણે આવક માટે કામ કરવું પડશે. લોકો હાલ તેમના રિટાયરમેન્ટ લક્ષ્યના સરેરાશ માત્ર ૨૮% જ ભેગા કરી શક્યા છે.

  • સ્વાસ્થ્ય અને પરિવાર:

    • ૭૫% લોકો રિટાયરમેન્ટ પછી ફિટ રહેવા માંગે છે (૫૨% પાસે હેલ્થ ઇન્શ્યોરન્સ છે, ૪૪% નિયમિત કસરત કરે છે).

    • ૮૭% લોકો બાળકો સાથે રહેવા ઈચ્છે છે, પરંતુ પરિવાર/સમાજ પાસેથી આર્થિક-ભાવનાત્મક ટેકો મળવાનો વિશ્વાસ ઘટ્યો છે.

Leave a Comment

और पढ़ें