દિવાળી પહેલા અમદાવાદીઓ માટે આનંદના સમાચાર: કાંકરિયા તળાવમાં ફરી બોટિંગ શરૂ, સલામતીના કડક નિયમો સાથે જૂના ભાવ યથાવત્ તહેવારોમાં મહારાષ્ટ્ર FDA નો સપાટો: પતંજલિના ગાયના ઘી સહિત રૂ. ૯ કરોડથી વધુનો ખાદ્યજથ્થો સીઝ, ૧૯ એકમોના લાઇસન્સ રદ સાબરમતી જેલ સહિત ગુજરાતભરની જેલો ઉડાવવાની ધમકી: DGP કચેરી પર ઈમેઈલ આવતાં પોલીસ તંત્રમાં દોડધામ વડોદરામાં રૂ. ૧૦ કરોડનું રિયલ એસ્ટેટ કૌભાંડ: ભાજપના પૂર્વ હોદ્દેદાર સુરેશ પાનસૂરિયા સહિત ૫ સામે વધુ બે ગુના દાખલ શેરબજારમાં શાનદાર તેજી: ક્રૂડ ઓઈલ ગગડતા સેન્સેક્સ ૧,૨૩૩ પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૭.૯૨ લાખ કરોડનો વધારો દૂરદર્શનના સુવર્ણ યુગના સર્જક અને જાણીતા સાહિત્યકાર વેદ રાહીનું ૯૩ વર્ષની વયે થાણેમાં નિધન

શેરબજારમાં તેજીનો ‘રાસ’: સેન્સેક્સ ૧૧૦૦ અંક વધી ૭૩ હજારને પાર, રોકાણકારોની સંપત્તિમાં ૪ લાખ કરોડથી વધુનો ઉમેરો

શેર બજારમાં તેજીનો ‘રાસ’! સેન્સેક્સ આજે 1100 અંક ચઢી 73 હજારને પાર, રોકાણકારોને 4 કારણોસર 4 લાખ કરોડની કમાણી

ભારતીય શેરબજારમાં મંગળવારે જબરદસ્ત તેજીનો માહોલ જોવા મળ્યો હતો. બપોર પછીના કારોબારમાં બીએસઈ (BSE) સેન્સેક્સ અને એનએસઈ (NSE) નિફ્ટી ૧%થી વધુ ઉછળ્યા હતા. કારોબારના અંતે સેન્સેક્સ ૧,૧૦૯ પોઈન્ટ (૧.૫૪%)ના ઉછાળા સાથે ૭૩,૦૩૩.૭૮ અને નિફ્ટી પ૦ પણ ૩૫૯ પોઈન્ટ (૧.૬૦%) વધીને ૨૨,૭૨૧.૯૫ની સપાટીએ બંધ રહ્યા હતા. આ શાનદાર તેજીના પગલે લિસ્ટેડ કંપનીઓની કુલ સંપત્તિમાં રૂ. ૪.૧૨ લાખ કરોડનો મોટો વધારો થતાં રોકાણકારોની એકંદર સંપત્તિ વધીને રૂ. ૪૭૦ લાખ કરોડના સ્તરે પહોંચી ગઈ છે.

બજારમાં તેજી લાવનારા ૪ મુખ્ય કારણો:

  • LTCG અને STT ટેક્સ પર નાણામંત્રીનું સંકેત: નાણામંત્રી નિર્મલા સીતારમણે લોંગ-ટર્મ કેપિટલ ગેઈન્સ (LTCG) અને સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) અંગે રોકાણકારો સાથે ચર્ચા ચાલી રહી હોવાનું અને સરકાર આ મુદ્દાઓ પર ધ્યાન આપી રહી હોવાનું જણાવાતાં રોકાણકારોનો ઉત્સાહ વધ્યો હતો.

  • IT કંપનીઓના શેરોમાં મોટો ઉછાળો: બીજા ત્રિમાસિક ગાળાના સારા પરિણામોના પગલે HCL ટેક અને TCSના શેરોમાં પ-પ% સુધીનો તેમજ ટેક મહિન્દ્રા અને ઈન્ફોસિસમાં ૩-૩%નો ઉછાળો નોંધાયો હતો. વૈશ્વિક સ્તરે એઆઈ (AI) શેરોમાં થયેલા ફેરફારોને કારણે વિદેશી રોકાણકારોનું ધ્યાન ભારતીય IT કંપનીઓ તરફ કેન્દ્રિત થયું છે.

  • રૂપિયાની મજબૂતી અને બોન્ડ યીલ્ડમાં ઘટાડો: આરબીઆઈ (RBI)ના ત્વરિત પગલાં બાદ અમેરિકન ડોલર સામે રૂપિયો મજબૂત થયો હતો. ઉપરાંત, અમેરિકન બોન્ડ યીલ્ડ ૫.૨%થી નીચે આવતા શેરબજાર તરફ રોકાણનો પ્રવાહ વધ્યો હતો.

  • ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો: વૈશ્વિક બજારમાં બ્રિન્ટ ક્રૂડ ઘટતા પ્રતિ બેરલ $૧૦૫ નજીક અને યુએસ WTI ક્રૂડ $૯૩ની નીચે આવી જતાં ભારતીય અર્થતંત્ર અને બજાર માટે સકારાત્મક સ્થિતિ સર્જાઈ હતી.

Leave a Comment

और पढ़ें