દિવાળી પહેલા અમદાવાદીઓ માટે આનંદના સમાચાર: કાંકરિયા તળાવમાં ફરી બોટિંગ શરૂ, સલામતીના કડક નિયમો સાથે જૂના ભાવ યથાવત્ તહેવારોમાં મહારાષ્ટ્ર FDA નો સપાટો: પતંજલિના ગાયના ઘી સહિત રૂ. ૯ કરોડથી વધુનો ખાદ્યજથ્થો સીઝ, ૧૯ એકમોના લાઇસન્સ રદ સાબરમતી જેલ સહિત ગુજરાતભરની જેલો ઉડાવવાની ધમકી: DGP કચેરી પર ઈમેઈલ આવતાં પોલીસ તંત્રમાં દોડધામ વડોદરામાં રૂ. ૧૦ કરોડનું રિયલ એસ્ટેટ કૌભાંડ: ભાજપના પૂર્વ હોદ્દેદાર સુરેશ પાનસૂરિયા સહિત ૫ સામે વધુ બે ગુના દાખલ શેરબજારમાં શાનદાર તેજી: ક્રૂડ ઓઈલ ગગડતા સેન્સેક્સ ૧,૨૩૩ પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૭.૯૨ લાખ કરોડનો વધારો દૂરદર્શનના સુવર્ણ યુગના સર્જક અને જાણીતા સાહિત્યકાર વેદ રાહીનું ૯૩ વર્ષની વયે થાણેમાં નિધન

વાયદા બજારમાં ઘટાડો: 3 દિવસમાં સોનું રૂ. 5,969 અને ચાંદી રૂ. 17,893 તૂટ્યા બાદ આજની સ્થિતિ

વાયદા બજારમાં મોટી ઉથલપાથલ, 3 દિવસમાં સોનું 5969 તો ચાંદી 17893 રૂપિયા તૂટી, આજે શું છે સ્થિતિ?

સોના અને ચાંદીના વાયદા બજારમાં છેલ્લા કેટલાક દિવસોથી મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. મોંઘવારીના ડેટા, અમેરિકન ડૉલરની મજબૂતી અને ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારાની આશંકાઓને કારણે કિંમતી ધાતુઓ દબાણ હેઠળ છે. સતત ત્રણ દિવસના ભારે ઘટાડા બાદ આજે બજારમાં આંશિક રિકવરી જોવા મળી છે.

૩ દિવસના કડાકા અને આજની સ્થિતિની મુખ્ય વિગતો:

  • સોનાની સ્થિતિ: ત્રણ દિવસ અગાઉ વાયદા બજારમાં સોનું વધીને રૂ. ૧,૫૧,૫૯૬ ની ઉચ્ચ સપાટીએ પહોંચ્યું હતું, જે ગગડીને રૂ. ૧,૪૫,૬૨૭ ની નીચી સપાટી સુધી પહોંચ્યું હતું. આમ, ૩ દિવસમાં સોનામાં કુલ રૂ. ૫,૯૬૯ નો કડાકો બોલાયો હતો. જોકે, સતત ત્રણ દિવસના ઘટાડા બાદ આજે સોનું પ્રતિ દસ ગ્રામ રૂ. ૧,૮૦૨ ના વધારા સાથે કારોબાર કરી રહ્યું છે, જે રોકાણકારો માટે રાહતરૂપ છે.

  • ચાંદીની સ્થિતિ: ચાંદીમાં સોના કરતાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. ત્રણ દિવસ પહેલા ચાંદી રૂ. ૨,૨૫,૮૬૪ ની ટોચે હતી, જે ઘટીને રૂ. ૨,૦૭,૯૭૧ ના લોઅર લેવલ પર આવી ગઈ હતી. આમ, ૩ દિવસમાં ચાંદીમાં રૂ. ૧૭,૮૯૩ નો પ્રચંડ ઘટાડો થયો હતો. જોકે, આજના કારોબારમાં ચાંદી સામાન્ય સુધારા સાથે પ્રતિ કિલો રૂ. ૧,૬૧૨ ના વધારા સાથે ટ્રેડ થઈ રહી છે.

Leave a Comment

और पढ़ें