દિવાળી પહેલા અમદાવાદીઓ માટે આનંદના સમાચાર: કાંકરિયા તળાવમાં ફરી બોટિંગ શરૂ, સલામતીના કડક નિયમો સાથે જૂના ભાવ યથાવત્ તહેવારોમાં મહારાષ્ટ્ર FDA નો સપાટો: પતંજલિના ગાયના ઘી સહિત રૂ. ૯ કરોડથી વધુનો ખાદ્યજથ્થો સીઝ, ૧૯ એકમોના લાઇસન્સ રદ સાબરમતી જેલ સહિત ગુજરાતભરની જેલો ઉડાવવાની ધમકી: DGP કચેરી પર ઈમેઈલ આવતાં પોલીસ તંત્રમાં દોડધામ વડોદરામાં રૂ. ૧૦ કરોડનું રિયલ એસ્ટેટ કૌભાંડ: ભાજપના પૂર્વ હોદ્દેદાર સુરેશ પાનસૂરિયા સહિત ૫ સામે વધુ બે ગુના દાખલ શેરબજારમાં શાનદાર તેજી: ક્રૂડ ઓઈલ ગગડતા સેન્સેક્સ ૧,૨૩૩ પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૭.૯૨ લાખ કરોડનો વધારો દૂરદર્શનના સુવર્ણ યુગના સર્જક અને જાણીતા સાહિત્યકાર વેદ રાહીનું ૯૩ વર્ષની વયે થાણેમાં નિધન

અમદાવાદ: વધી રહેલા પ્રદૂષણ અને ટ્રાફિક સમસ્યા મુદ્દે AMC કમિશનર લાલઘૂમ; નિયમોનું ઉલ્લંઘન કરતી બાંધકામ સાઈટો સીલ કરવા અને રસ્તા પરથી ફેરિયા હટાવવા કડક આદેશ

AMC કમિશનર લાલઘૂમ: રસ્તા પરથી શાકભાજીના ફેરિયા હટાવાશે, પ્રદૂષણ ફેલાવતી સાઈટો થશે સીલ

અમદાવાદ: અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા વાયુ પ્રદૂષણ અને મોટાભાગના વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) ૧૫૦ ને પાર કરી જતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના કમિશનરે આકરાં વલણ અપનાવ્યા છે. સાપ્તાહિક સમીક્ષા બેઠકમાં કમિશનરે પ્રદૂષણ ફેલાવતી બાંધકામ સાઈટો સામે કડક કાર્યવાહી કરી સીલ મારવા તથા માર્ગો પર ટ્રાફિક હળવો કરવા શાકભાજીના ફેરિયાઓને ખાલી પ્લોટમાં ખસેડવા માટે તાકીદના આદેશો જારી કર્યા છે.

સમીક્ષા બેઠકમાં લેવાયેલા મુખ્ય નિર્ણયો અને સૂચનાઓ:

  • બાંધકામ સાઈટો પર કડક મોનિટરિંગ: ઉત્તર ઝોન સહિત અન્ય વિસ્તારોમાં ચાલતા બાંધકામોને કારણે પ્રદૂષણ વધતું હોવાનું સામે આવતાં, તમામ સાઈટો પર પાણીનો છંટકાવ કરવા અને ગાઈડલાઈનનું પાલન ન કરતી બાંધકામ સાઈટોને તાત્કાલિક સીલ કરવાની સૂચના આપવામાં આવી છે.

  • શાકભાજીના ફેરિયાઓનું સ્થાનાંતરણ: રસ્તા પરના ટ્રાફિકનું નિવારણ કરવા માટે શાકભાજીના ફેરિયાઓને માર્ગો પરથી હટાવી ઝોન વાઈઝ આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ખાલી જમીનો/પ્લોટમાં ખસેડવા એસ્ટેટ ઓફિસરોને સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો છે.

  • ૧૦૦ દિવસમાં ૧૦૦ પ્રોજેક્ટ: શહેરમાં વિલંબમાં ચાલી રહેલાં વિકાસકામો પ્રત્યે કમિશનરે નારાજગી વ્યક્ત કરી આવનારા ૧૦૦ દિવસમાં ૧૦૦ પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવા પર ભાર મૂક્યો હતો.

  • AMTS બસ સ્ટેન્ડ બાબતે સૂચના: AMTS ની બસો નિશ્ચિત સ્ટેન્ડ પર ઊભી ન રહેતી હોવાથી મુસાફરોને રસ્તા પર દોડવું પડે છે. આ સમસ્યા દૂર કરવા માટે તમામ ડ્રાઈવરોને કડક તાલીમ આપવા અને રોડ પર બસ સ્ટોપ માટે માર્કિંગ કરવા આદેશ અપાયા છે.

  • અન્ય મહત્વપૂર્ણ સૂચનાઓ:

    • પાણી પુરવઠાના પ્રશ્નો ઉકેલવા ૧૦૮ સેવા મુજબ ત્વરિત કામગીરી કરવી.

    • આગામી ઉનાળા માટે અત્યારથી જ ‘હીટ એક્શન પ્લાન’ તૈયાર કરવો.

    • શહેરના તળાવો ઊંડા ઉતારવાની કામગીરીનું પૂર્વ આયોજન કરવું.

    • બલ્ક વેસ્ટ જનરેશન હેઠળ AMC ની તમામ સ્થાપનાઓનું ગ્રીન રજિસ્ટ્રેશન સુનિશ્ચિત કરવું.

Leave a Comment

और पढ़ें