દિવાળી પહેલા અમદાવાદીઓ માટે આનંદના સમાચાર: કાંકરિયા તળાવમાં ફરી બોટિંગ શરૂ, સલામતીના કડક નિયમો સાથે જૂના ભાવ યથાવત્ તહેવારોમાં મહારાષ્ટ્ર FDA નો સપાટો: પતંજલિના ગાયના ઘી સહિત રૂ. ૯ કરોડથી વધુનો ખાદ્યજથ્થો સીઝ, ૧૯ એકમોના લાઇસન્સ રદ સાબરમતી જેલ સહિત ગુજરાતભરની જેલો ઉડાવવાની ધમકી: DGP કચેરી પર ઈમેઈલ આવતાં પોલીસ તંત્રમાં દોડધામ વડોદરામાં રૂ. ૧૦ કરોડનું રિયલ એસ્ટેટ કૌભાંડ: ભાજપના પૂર્વ હોદ્દેદાર સુરેશ પાનસૂરિયા સહિત ૫ સામે વધુ બે ગુના દાખલ શેરબજારમાં શાનદાર તેજી: ક્રૂડ ઓઈલ ગગડતા સેન્સેક્સ ૧,૨૩૩ પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૭.૯૨ લાખ કરોડનો વધારો દૂરદર્શનના સુવર્ણ યુગના સર્જક અને જાણીતા સાહિત્યકાર વેદ રાહીનું ૯૩ વર્ષની વયે થાણેમાં નિધન

અમદાવાદ: રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે પોલીસ દ્વારા ભવ્ય ‘રન ફોર યુનિટી’નું આયોજન; ૩,૫૦૦ પોલીસકર્મીઓ જોડાયા

Ahmedabad: સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે અમદાવાદ પોલીસ દ્વારા ‘રન ફોર યુનિટી’નું ભવ્ય આયોજન, 3,500 પોલીસકર્મીઓ લીધો ભાગ

દેશભરમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે ઉત્સાહપેર ઉજવવામાં આવી રહી છે. આ અવસરે અમદાવાદ શહેર પોલીસ દ્વારા રાષ્ટ્રની એકતા અને અખંડિતતાના પ્રતીક સમાન ‘રન ફોર યુનિટી’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સરદાર સાહેબના સિંહફાળાને યાદ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

આયોજન અને કાર્યક્રમની મુખ્ય વિગતો:

  • ૩,૫૦૦ પોલીસકર્મીઓની સહભાગિતા: આ ‘રન ફોર યુનિટી’માં અમદાવાદ શહેરના આશરે ૩,૫૦૦ જેટલા પોલીસકર્મીઓ, ઉચ્ચ અધિકારીઓ અને તેમના પરિવારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

  • રૂટ અને દોડ: શાહીબાગ ખાતે આવેલા જે.ડી. નાગરવાલા સ્ટેડિયમથી રિવરફ્રન્ટ સુધી ૩ કિલોમીટર લાંબી આ દોડ યોજાઈ હતી, જેમાં સહભાગી થઈને સૌએ અખંડ ભારતના નિર્માણના સંકલ્પને વધુ દ્રઢ બનાવ્યો હતો.

  • પોલીસ કમિશનરનો સંદેશ: આ પ્રસંગે અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું હતું કે, દેશના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના અભૂતપૂર્વ કાર્યોને દેશવાસીઓ હંમેશાં યાદ રાખશે. દેશની અખંડિતતા જાળવી રાખવા માટે પોલીસદળ હંમેશાં કટિબદ્ધ છે અને આ પવિત્ર દિવસે સમગ્ર પોલીસબળ દ્વારા દેશની એકતા જાળવી રાખવાના વિશેષ શપથ પણ લેવામાં આવ્યા હતા.

Leave a Comment

और पढ़ें