.
પૂર્વ BCCI ચીફ અને ક્રિકેટર સૌરભ ગાંગુલીને પરિવાર સહિત જાનથી મારી નાખવાની ધમકી મળી. મામલામાં પોલીસ કેસ નોંધવામાં આવ્યો છે. ઝારખંડમાં પેપર ધાંધલીને લઈને વિદ્યાર્થીઓએ વિધાનસભા માર્ચ કરી. પોલીસે તેમના પર લાઠીચાર્જ કર્યો. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ બતાવીશું કે ગુજરાતમાં ડોક્ટરે સુસાઈડ કર્યું અને કોલંબિયામાં ભૂકંપ આવ્યો.
⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર
1. સુપ્રીમ કોર્ટમાં સંભલ શાહી જામા મસ્જિદ અને હરિહર મંદિર વિવાદ પર સુનાવણી થશે.
2. સુપ્રીમ કોર્ટમાં TMCના બેંક ખાતા ફ્રીઝ કરવાના મામલે સુનાવણી થશે.
📰 કાલના મોટા સમાચારો
1. રાહુલ ગાંધીનો સવાલ- જંતર-મંતર પર ફાયરિંગનો આદેશ કોણે આપ્યો:જવાબદાર કોણ; નડ્ડા બોલ્યા- ગૃહમંત્રી દરેક વાતનો જવાબ આપવા તૈયાર છે, તમે ભાગશો નહીં

રાહુલ ગાંધીએ સોમવારે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ફરી એકવાર જંતર-મંતર પ્રદર્શન પર થયેલા લાઠીચાર્જનો મુદ્દો ઉઠાવ્યો. રાહુલે સવાલ કર્યો કે લાઠીચાર્જનો આદેશ કોણે આપ્યો. તેનો જવાબદાર કોણ છે, તે સામે આવે. ગૃહમંત્રી સદનમાં આવીને નિવેદન આપે. રાહુલે કહ્યું કે વિપક્ષની ત્રણ માંગણીઓ છે. પહેલી- યુવાનો પર ગોળી ચલાવવાની જવાબદારી સ્પષ્ટ થાય. બીજી- વડાપ્રધાન ઘટના માટે માફી માંગે અને ત્રીજી- રામ મંદિરમાં ચોરીના મુદ્દા પર ચર્ચા થાય.
રાહુલની પ્રેસ કોન્ફરન્સના એક કલાક પછી જેપી નડ્ડાએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું- જંતર-મંતર પર કોઈ ગોળી ચાલી નથી. રાહુલ ગાંધી ભ્રમ ફેલાવી રહ્યા છે. ગૃહમંત્રી દરેક વાતનો જવાબ આપવા તૈયાર છે, તમે ચર્ચાથી ભાગશો નહીં. વાંચો સંપૂર્ણ સમાચાર
2. ચંપત રાય ફરી મહાસચિવની રેસમાં:વિહિપે ક્લીનચિટ આપી, અયોધ્યાના સંતોએ દાન ચોરીમાં નિર્દોષ ગણાવ્યા; સમર્થનમાં સંત-મહંતો એકઠા થયા

રામ મંદિરના દાનની ચોરીના આરોપોથી ઘેરાયેલા ચંપત રાય ફરી એકવાર મંદિર ટ્રસ્ટના મહાસચિવ બનવાની રેસમાં છે. ચંપતે 26 જૂને મહાસચિવ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. સૂત્રો અનુસાર, 22 જુલાઈએ દિલ્હીમાં વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ)ની રાષ્ટ્રીય બેઠકમાં તેમને ક્લીનચિટ આપી દેવામાં આવી. તેના બીજા જ દિવસે અયોધ્યામાં તેમના સમર્થનમાં સંતોએ બેઠક કરી.
મણિરામ દાસ છાવણીમાં થયેલી બેઠકમાં ઘણા પ્રમુખ સંતોએ ચંપત રાયને નિર્દોષ ગણાવીને ફરીથી મહાસચિવ બનાવવાની માંગ ઉઠાવી. મોટાભાગના સંતોએ તેનું સમર્થન પણ કર્યું. ત્યારબાદથી ચંપત રાય રોજ સંતો પાસે પહોંચી રહ્યા છે. તેઓ મંદિરોમાં પહોંચીને સંતો-મહંતો સાથે મુલાકાત કરી રહ્યા છે. રામ મંદિરની વ્યવસ્થાને લઈને વિચાર-વિમર્શ કરી રહ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર
3. ઝારખંડ વિધાનસભા ગેટ પાસે લાઠીચાર્જ:પોલીસે વિદ્યાર્થીઓને ભગાડ્યા, વિદ્યાર્થી નેતા દેવેન્દ્ર હોસ્પિટલમાં દાખલ; રાહુલ ગાંધી બોલ્યા- વિદ્યાર્થીઓ પર બળ પ્રયોગ ખોટું

ઝારખંડના રાંચીમાં JPSC-JSSC પરીક્ષામાં ગેરરીતિ વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા હજારો વિદ્યાર્થીઓ બેરિકેડ તોડીને વિધાનસભા ગેટ પાસે પહોંચી ગયા. વિદ્યાર્થીઓ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો. ઘણી વખત પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું. બે-ત્રણ વખત લાઠીચાર્જ કરવો પડ્યો. કેટલાક વિદ્યાર્થીઓના માથામાં ઈજાઓ થઈ છે. પ્રદર્શનકારીઓએ પણ પોલીસ પર પાણીની બોટલો અને ચપ્પલો ફેંકી.
વિદ્યાર્થીઓ સવારે 10 વાગ્યે જૂની વિધાનસભા પાસે એકઠા થયા અને પછી વિધાનસભાનો ઘેરાવ કરવા નીકળ્યા. પોલીસે કાંટાળા તારની બેરિકેડિંગ કરી રાખી હતી. પોલીસે જેવું વોટર કેનનનો ઉપયોગ કર્યો કે વિદ્યાર્થીઓ બેરિકેડિંગ પર ચઢીને ડાન્સ કરતા જોવા મળ્યા. કેટલાક વિદ્યાર્થીઓએ રાષ્ટ્રગાન ગાયું. આ પછી પોલીસે આંસુ ગેસના ગોળા પણ છોડ્યા. 6 સ્તરની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. વાંચો સંપૂર્ણ સમાચાર
4. કોલંબિયામાં 7.4 તીવ્રતાનો ભૂકંપ, 69નાં મોત:ઘણા લોકો કાટમાળ નીચે દટાયા, સેંકડો ઘાયલ; ઇમારતો ખાલી કરાવવામાં આવી

દક્ષિણ અમેરિકી દેશ કોલંબિયામાં 7.4 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો. તેમાં અત્યાર સુધીમાં 69 લોકોનાં મોત થયા છે. ભૂકંપ સ્થાનિક સમય મુજબ સોમવારે સવારે લગભગ 7 વાગ્યે આવ્યો. લોકો ગભરાઈને ઘરોમાંથી બહાર નીકળી આવ્યા. ઘણી ઇમારતો ખાલી કરાવવામાં આવી છે. સેંકડો લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે.
અમેરિકી ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ (USGS) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર રાજધાની બોગોટાથી લગભગ 400 કિલોમીટર પશ્ચિમમાં પાલમાર વિસ્તારમાં હતું. તેના આંચકા પડોશી દેશો ઇક્વાડોર અને વેનેઝુએલા સુધી અનુભવાયા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર
5. સૌરવ ગાંગુલીને જાનથી મારી નાખવાની ધમકી:કુરિયરથી 2 પત્રો મળ્યા; જેમાં પૂર્વ ક્રિકેટર, પત્ની અને સ્ટાફને મારી નાખવાની વાત લખી હતી

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને BCCIના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. કુરિયર દ્વારા મોકલવામાં આવેલા ધમકીભર્યા પત્રમાં સૌરવ સહિત તેમની પત્ની ડોના ગાંગુલી અને તેમના સ્ટાફને જાનથી મારી નાખવાની વાત કહેવામાં આવી. ગાંગુલી પરિવારે કોલકાતાના ઠાકુરપુકુર પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, સોમવારે બંગાળ ક્રિકેટ એસોસિએશન (CAB)ની ઓફિસમાં એક કુરિયર પેકેટ પહોંચ્યું. લિફાફો ખોલતા તેમાં અંગ્રેજીમાં લખેલા બે પત્રો મળ્યા, જેમાં સૌરવ ગાંગુલી, તેમની પત્ની ડોના અને તેમની સાથે કામ કરતા કર્મચારીઓને ‘ખતમ કરવાની’ (જાનથી મારી નાખવાની) સીધી ધમકી આપવામાં આવી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર
6. અમદાવાદમાં ઝરમર વરસાદ, અરવલ્લી-મહીસાગરમાં અતિભારેની આગાહી:અંબાલાલે કહ્યું-13મી સુધીમાં સારો વરસાદ થશે, જાણો ઓગસ્ટ શરૂઆતમાં કેમ ઓછો વરસાદ પડ્યો

10 ઓગસ્ટ અમદાવાદ-ગાંધીનગરમાં ઝરમર વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે આજે અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે વાવ-થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ અને દાહોદમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરાયું છે.
11 ઓગસ્ટે 5 જિલ્લામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે, ઓગસ્ટ શરૂઆતમાં વરસાદ ઓછુ થવાનું કારણ પેસેફિક મહાસાગરનું એક વાવાઝોડુ બન્યું હતું, તે વાવાઝોડુ હવે દક્ષિણ ચીન તરફ જશે. ત્યારબાદ બંગાળ ખાડીમાં ફરી સિસ્ટમ બનવાની શક્યતા રહેશે. 13મી ઓગસ્ટ સુધીમાં ફરીથી સારો વરસાદ જોવા મળશે. વાંચો સંપૂર્ણ સમાચાર
7. મહિલા ડૉક્ટરોએ રેગિંગ કરી ગાળો ભાંડી, લાગી આવતાં ડૉ.હર્ષનો આપઘાત:તમે અમારા નોકર છો કહીને રૂમમાં ગોંધી રાખતા, સુરતમાં 4 ડૉક્ટર સસ્પેન્ડ, FIR પણ થશે

સુરતની નવી સિવિલ હોસ્પિટલની હોસ્ટેલમાં 30 વર્ષીય રેસિડેન્ટ ડૉક્ટરના રહસ્યમય આપઘાતમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ અને કોલેજ તંત્રની તપાસમાં મૃતક હર્ષ પંડ્યાનું 4 સિનિયર રેસિડેન્ટ વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. રેગિંગનો ખુલાસો થતાં જ ચારેય આરોપી સિનિયર વિદ્યાર્થીઓને 6 મહિના માટે હોસ્પિટલ, હોસ્ટેલ તેમજ તમામ ટીચિંગ એક્ટિવિટીમાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે.
ચોંકાવનારી વાત તો એ છે કે, 4 સિનિયર ડૉક્ટરમાંથી 3 મહિલા છે, જેઓ મૃતક ડૉક્ટરને રેગિંગ કરી ગાળો આપી ‘અમે તમારા બોસ છીએ, તમે અમારા સ્લેવ અને નોકર છો’ કહીને કલાકો સુધી ગોંધી રાખી તથા માનસિક ત્રાસ આપતા હતાં. એન્ટી-રેગિંગ સ્કોડે મેન્ટલ હેરેસમેન્ટ, લેક ઓફ ડિસેન્સી અને વર્બલ એબ્યુઝ અંતર્ગત રેગિંગ સાબિત કર્યું છે. આ કેસમાં 4 સસ્પેન્ડ ડૉક્ટર સામે FIR પણ થશે. વાંચો સંપૂર્ણ સમાચાર
🎭 આજનું કાર્ટૂન

⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં
1.નેશનલ : 3 બળવાખોર TMC સાંસદોનો ભાજપમાં જવાનો ઇનકાર:યુસુફ-અબુ તાહિર સામેલ, કહ્યું- અમે NDAમાં નહીં જઈએ; 20 સાંસદોએ NCPIમાં વિલય કર્યો હતો (સંપૂર્ણ સમાચાર વાંચો)
2.ઈન્ટરનેશનલ : નેપાળી PMએ ભારતીય રાજદૂત સાથે મુલાકાત કરી:પ્રથમ વખત કોઈ વિદેશી રાજદ્વારી સાથે એકલા મળ્યા; થોડીવારમાં ચીની રાજદૂતને મળશે (સંપૂર્ણ સમાચાર વાંચો)
3.નેશનલ : ભાજપ નેતાના પુત્રએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું:પત્ની સાસરે આવવા તૈયાર ન હતી, ‘મેં તારી પર ક્યારેય હાથ પણ નથી ઉપાડ્યો…’ કહી અંતિમ પગલું ઉઠાવ્યું (સંપૂર્ણ સમાચાર વાંચો)
4.ઈન્ટરનેશનલ : ભારતીય વિદ્યાર્થીએ અમેરિકામાં ગર્લફ્રેન્ડનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી:GFનો ફોન અને ક્રેડિટ કાર્ડ લઈને ભાગતા જર્મનીથી ઝડપાયો, ભારત પહોંચવાનો હતો પ્લાન (સંપૂર્ણ સમાચાર વાંચો)
5.બિઝનેસ : સોનાની કિંમત ₹1,440 વધીને ₹1.51 લાખ થઈ:10 દિવસમાં ₹8000 ભાવ વધ્યા, ચાંદી આજે ₹1909 વધીને ₹2.33 લાખ પર પહોંચી (સંપૂર્ણ સમાચાર વાંચો)
6.સ્પોર્ટ્સ : ICC પ્લેયર ઓફ ધ મંથ માટે 6 ખેલાડીઓ શોર્ટલિસ્ટ:મેન્સમાં હેરી બ્રૂક, જસ્ટિન ગ્રીવ્સ અને તંઝીદ હસન; વુમન્સમાં નેટ સિવર-બ્રન્ટ દાવેદાર (સંપૂર્ણ સમાચાર વાંચો)
7.ધર્મ તહેવાર જ્યોતિષ : બુધવારે હરિયાળી અમાસ અને સૂર્યગ્રહણનો સંયોગ:ભારતમાં નહીં દેખાય ગ્રહણ, સૂતક કાળ વિના આખો દિવસ કરી શકાશે પૂજા-પાઠ અને દાન (સંપૂર્ણ સમાચાર વાંચો)
🗣️ ચર્ચિત નિવેદન

😲 અજબ ગજબ
ડસ્ટબિન પહેરીને ચૂંટણી લડી રહ્યો છે ઉમેદવાર

બ્રિટનમાં એક વ્યક્તિ ડસ્ટબિન પહેરીને સંસદની ચૂંટણી લડી રહ્યો છે. જ્હોન હાર્વી વ્યવસાયે કોમેડિયન છે અને ક્લેક્ટન બેઠકની પેટાચૂંટણીમાં ઉતર્યા છે. પ્રચાર દરમિયાન તેઓ ડસ્ટબિન પહેરીને નીકળે છે. હાર્વી પોતાને ‘ઇન્ટરગેલેક્ટિક સ્પેસ વોરિયર’ ગણાવે છે.
📸 ફોટો, જે પોતે સમાચાર છે

🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ
🌍 કરંટ અફેર્સ

⏳ આજના દિવસનો ઈતિહાસ

📊 માર્કેટની સ્થિતિ

🌦️ મોસમનો મિજાજ

મંગળવારનું રાશિફળ: સિંહ, વૃશ્ચિક અને ધન રાશિના દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે, મેષ સહિત 4 રાશિએ ક્રોધ પર કાબૂ રાખવો વાંચો સંપૂર્ણ રાશિફળ









