AI સ્કિલ, 6G, પરમાણુ રિએક્ટર… 80મા સ્વાતંત્ર્ય પર્વે PM મોદીએ લાલ કિલ્લા પરથી કરી 10 મોટી જાહેરાતો

ભારતના 80મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે નવી દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. તેમણે ભારતને 2047 સુધીમાં ‘વિકસિત ભારત’ અને ‘આત્મનિર્ભર’ બનાવવાના સંકલ્પ સાથે ટેકનોલોજી, ઊર્જા, શિક્ષણ અને રમતગમત ક્ષેત્રે 10 મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી.

યુવાનો, શિક્ષણ અને રમતગમત માટે મુખ્ય આયોજન

  • 1 કરોડ યુવાઓને AI ટ્રેનિંગ: આગામી એક વર્ષમાં દેશના 1 કરોડ યુવાનોને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સ્કિલ્સની તાલીમ અપાશે.

  • ફ્રી ઓનલાઈન કોચિંગ: સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મફત ઓનલાઈન કોચિંગની સુવિધા ઉપલબ્ધ કરાવાશે.

  • સ્પોર્ટ્સ ટેલેન્ટ હન્ટ: 2036 ઓલિમ્પિકને ધ્યાનમાં રાખી 5 થી 15 વર્ષના બાળકો માટે દેશવ્યાપી ‘સ્પોર્ટ્સ ટેલેન્ટ હન્ટ’ યોજાશે, જેમને વિશ્વસ્તરીય કોચિંગ મળશે.

  • ગ્લોબલ સ્પોર્ટ્સ હબ: ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે ‘મેડલ પાવરહાઉસ’ અને ગ્લોબલ સ્પોર્ટ્સ હબ તરીકે સ્થાપિત કરાશે.

ટેકનોલોજી, સેમિકન્ડક્ટર અને ડિફેન્સમાં આત્મનિર્ભરતા

  • સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સ: ટેકનોલોજી ક્ષેત્રે આત્મનિર્ભરતા લાવવા આગામી વર્ષોમાં 5 થી 8 નવા સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સ સ્થાપવામાં આવશે.

  • ‘મેડ ઇન ઇન્ડિયા 6G’ મિશન: વર્ષ 2030 સુધીમાં 6G ટેકનોલોજીના વૈશ્વિક નેતૃત્વ અને 6G સેવાઓ ઘર-ઘર સુધી પહોંચાડવાનું લક્ષ્ય.

  • સ્વદેશી મેન્યુફેક્ચરિંગ: ઈલેક્ટ્રોનિક્સ અને મેડિકલ ડિવાઈસ ક્ષેત્રે ભારતની અંદર જ પ્રોડક્શન વધારી નિકાસ (Export) ને પ્રોત્સાહન અપાશે.

  • સિવિલ ડિફેન્સ સુધારા: આધુનિક સુરક્ષા પડકારોને પહોંચી વળવા માટે સિવિલ ડિફેન્સ સિસ્ટમને આધુનિક ટ્રેનિંગ સાથે વધુ મજબૂત કરાશે.

ઊર્જા ક્ષેત્રે પરમાણુ શક્તિનો રોડમેપ

  • 5 નવા ન્યુક્લિયર રિએક્ટર: આગામી 6 થી 7 વર્ષની અંદર દેશમાં 5 નવા પરમાણુ (ન્યુક્લિયર) રિએક્ટર કાર્યરત કરાશે.

  • 100 GW પરમાણુ ઊર્જા: ભારત વર્ષ 2047 સુધીમાં 100 ગિગાવાટ (GW) ન્યુક્લિયર એનર્જી ક્ષમતા હાસલ કરશે.

Leave a Comment

और पढ़ें