અમદાવાદમાં નવી ‘ડિમોલિશન પોલિસી-૨૦૨૬’ જાહેર: હવે માત્ર દિવસે જ બાંધકામ તોડી શકાશે, ૭ દિવસ અગાઉ જાણ કરવી ફરજિયાત ભાવનગર પોલીસ બેડામાં એક સાથે ૨૩ કર્મચારીઓની બદલી: વરતેજ મથકના ૭ પોલીસકર્મીઓ પર પડી ગાજ સુરત: કચરાના ડુંગર અને આગની ભેટ આપનાર કોન્ટ્રાક્ટરને પાલિકાએ વિદાય આપી, ૧૫૧ કરોડનું ચૂકવણું અટકાવ્યું મોંઘવારીનો ડબલ ડોઝ: દિવાળી પહેલાં ઘી-બટરના ભાવ વધ્યા બાદ અદાણી CNG માં રૂ. ૨.૩૦ નો વધારો વેસ્ટઝોન આંતર યુનિ. હોકી બહેનોની સ્પર્ધામાં ભાવનગર યુનિ.નો ડંકો વાગ્યો: પ્રથમ વખત મેળવી ઐતિહાસિક સફળતા દીકરી બનીને દિવાળીએ પિયર પધારે છે માતાજી: અમદાવાદની પોળમાં ૧૫૦ વર્ષથી અખંડ શ્રદ્ધાની અનોખી પરંપરા

‘સોના કરતાં ઘડામણ મોંઘી’ જેવો વડોદરા કોર્પોરેશનનો ઘાટ: 10 કરોડના LED બોર્ડથી આવક 44 લાખ અને વીજ બિલ સવા કરોડ

વડોદરા મહાનગરપાલિકા (VMC) દ્વારા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત લગાવવામાં આવેલા LED ડિજિટલ બોર્ડ્સ કમાણી કરાવવાને બદલે ભારે નુકસાનનો સોદો સાબિત થઈ રહ્યા છે. જાહેરાતોથી આવક મેળવવાના હેતુથી શરૂ કરાયેલી આ યોજના પાછળ આવક કરતાં વીજ બિલનો ખર્ચ ઘણો વધારે નોંધાયો છે.

ખર્ચ અને આવકનું આર્થિક ગણિત

  • પ્રોજેક્ટ ખર્ચ: વર્ષ 2024માં અંદાજે ₹10 કરોડના ખર્ચે શહેરમાં કુલ 36 LED બોર્ડ લગાવવામાં આવ્યા હતા.

  • 2 વર્ષની કુલ આવક: જાહેરાતો થકી કોર્પોરેશનને માત્ર ₹44 લાખની જ કમાણી થઈ.

  • વીજ બિલનો ખર્ચ: 2 વર્ષ દરમિયાન આ LED બોર્ડ્સ પાછળ ₹1 કરોડ 25 લાખનું માત્ર વીજ બિલ ચૂકવવું પડ્યું.

આયોજન પર ઊઠતા મુખ્ય સવાલો

  • હોર્ડિંગ્સ ફ્રી સિટીનો નિર્ણય ફ્લોપ: LED બોર્ડ શરૂ કરતાં પહેલાં શહેરમાં પરંપરાગત હોર્ડિંગ્સ પર પ્રતિબંધ મુકાયો હતો, જેના કારણે પાલિકાએ પોતાની નિયમિત હોર્ડિંગ્સ આવક પણ ગુમાવવી પડી.

  • વધુ 30 LED બોર્ડ્સનું આયોજન: લાખો રૂપિયાનું નુકસાન અને વીજ બિલ ચૂકવ્યા છતાં કોર્પોરેશન વધુ 30 નવા LED બોર્ડ્સ લગાવવાની તૈયારી કરી રહ્યું છે, જેના કારણે VMCના અધિકારીઓના આયોજન સામે વિરોધ અને સવાલો ઊભા થયા છે.

Leave a Comment

और पढ़ें