ક્રિપ્ટો ફ્રોડનો માસ્ટરમાઈન્ડ અમિત લખનપાલ UAEમાંથી ઝડપાયો, ભારત લાવવાની કાર્યવાહી તેજ

મોટા વળતરની લાલચ આપી ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના નામે હજારો લોકો સાથે કરોડોની છેતરપિંડીના આરોપી અમિત લખનપાલની UAEમાંથી ધરપકડ કરવામાં આવી છે. ભારતીય એજન્સીઓ લાંબા સમયથી તેની શોધખોળ કરી રહી હતી.

એન્ટિગુઆનો પાસપોર્ટ મેળવી ફરાર થયો હતો

ભારતમાં કથિત ફ્રોડ બાદ અમિત લખનપાલ વિદેશ ભાગી ગયો હતો. ત્યારબાદ તેણે એન્ટિગુઆ અને બાર્બુડાનો પાસપોર્ટ મેળવ્યો હતો. રેડ કોર્નર નોટિસ અને આંતરરાષ્ટ્રીય ઇનપુટના આધારે UAEમાં તેની અટકાયત કરવામાં આવી છે.

મની લોન્ડરિંગની પણ તપાસ

ધરપકડ બાદ હવે તેને ભારત લાવવા માટે પ્રત્યાર્પણની પ્રક્રિયા આગળ ધપાવવામાં આવી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સહિતની એજન્સીઓ ક્રિપ્ટો ફ્રોડ ઉપરાંત મની લોન્ડરિંગ અને હવાલા મારફતે થયેલા કથિત વિદેશી નાણાકીય વ્યવહારોની પણ તપાસ કરી રહી છે.

Leave a Comment

और पढ़ें