દિવાળી પહેલા અમદાવાદીઓ માટે આનંદના સમાચાર: કાંકરિયા તળાવમાં ફરી બોટિંગ શરૂ, સલામતીના કડક નિયમો સાથે જૂના ભાવ યથાવત્ તહેવારોમાં મહારાષ્ટ્ર FDA નો સપાટો: પતંજલિના ગાયના ઘી સહિત રૂ. ૯ કરોડથી વધુનો ખાદ્યજથ્થો સીઝ, ૧૯ એકમોના લાઇસન્સ રદ સાબરમતી જેલ સહિત ગુજરાતભરની જેલો ઉડાવવાની ધમકી: DGP કચેરી પર ઈમેઈલ આવતાં પોલીસ તંત્રમાં દોડધામ વડોદરામાં રૂ. ૧૦ કરોડનું રિયલ એસ્ટેટ કૌભાંડ: ભાજપના પૂર્વ હોદ્દેદાર સુરેશ પાનસૂરિયા સહિત ૫ સામે વધુ બે ગુના દાખલ શેરબજારમાં શાનદાર તેજી: ક્રૂડ ઓઈલ ગગડતા સેન્સેક્સ ૧,૨૩૩ પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૭.૯૨ લાખ કરોડનો વધારો દૂરદર્શનના સુવર્ણ યુગના સર્જક અને જાણીતા સાહિત્યકાર વેદ રાહીનું ૯૩ વર્ષની વયે થાણેમાં નિધન

કચ્છમાં મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ: માંડવીમાં 6 કલાકમાં 7 ઈંચ વરસાદથી ચારેય તરફ જળબંબાકાર, 7 જિલ્લામાં રેડ એલર્ટ

ગુજરાતમાં ભાદરવા મહિનાની શરૂઆત સાથે જ મેઘરાજાએ ધમાકેદાર ઇનિંગ શરૂ કરી દીધી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 259 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ આફત કચ્છ જિલ્લામાં જોવા મળી રહી છે. ખાસ કરીને કચ્છના માંડવીમાં આજે સવારે 6 થી 12 વાગ્યા સુધીના માત્ર 6 કલાકના ગાળામાં જ 7 ઈંચ જેટલો મુસળધાર વરસાદ ખાબકતાં ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વરસાદના આ રૌદ્ર સ્વરૂપને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ દ્વારા દરિયાકાંઠાના વિસ્તારો અને કચ્છ-સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.

કચ્છના માંડવી શહેરમાં મુસળધાર વરસાદના કારણે માર્ગો પર નદીઓની જેમ પાણી વહેતાં થઈ ગયાં છે. માંડવીના સલાયા, નવાપરા અને આઝાદ ચોક સહિતના તમામ નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જતાં બેટમાં ફેરવાઈ ગયા છે. કચ્છના અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ નોંધાયો છે, જેમાં મુન્દ્રામાં દોઢ ઈંચ, ભુજમાં સવા એક ઈંચ, જ્યારે અબડાસા અને નખત્રાણામાં 1-1 ઈંચ વરસાદ વરસ્યો છે. આ સિવાય દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા અને દક્ષિણ ગુજરાતના સુરત સિટીમાં પણ 1-1 ઈંચ વરસાદ પડતાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે.

વરસાદની વર્તમાન સ્થિતિ અને હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના વિવિધ વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે:

  • રેડ એલર્ટ: કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદની આશંકાને પગલે ‘રેડ એલર્ટ’ જાહેર કરાયું છે.

  • ઓરેન્જ એલર્ટ: સૌરાષ્ટ્રના રાજકોટ, મોરબી અને અમરેલી જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે ‘ઓરેન્જ એલર્ટ’ આપવામાં આવ્યું છે.

  • યલો એલર્ટ: રાજ્યના બાકીના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવતું ‘યલો એલર્ટ’ જારી કરાયું છે.

ગત 12 સપ્ટેમ્બરથી શરૂ થયેલા વરસાદના આ તાજા રાઉન્ડમાં છેલ્લા 24 કલાકમાં કચ્છના અંજારમાં 7.24 ઈંચ અને ભાવનગરના વલ્લભીપુરમાં 6.10 ઈંચ વરસાદ ખાબક્યો છે. રાજ્યના 14 તાલુકામાં 4 ઈંચથી વધુ અને 26 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ચાલુ વર્ષે શ્રાવણ મહિનો મોટાભાગે કોરો રહ્યા બાદ ભાદરવા મહિનામાં શરૂ થયેલી આ મેઘમહેરથી ખેડૂતોમાં મોટી રાહત જોવા મળી રહી છે. આ નવો રાઉન્ડ શરૂ થતાં જ રાજ્યમાં સિઝનનો કુલ સરેરાશ વરસાદ 80 થી 85 ટકાનો આંકડો વટાવી ચૂક્યો છે, છતાં પણ કેટલાક વિસ્તારોમાં હજુ 16 થી 17 ટકા વરસાદની તંગી વર્તાઈ રહી છે.

Leave a Comment

और पढ़ें