રાજકોટમાં વૃદ્ધાની કેરટેકર રાજસ્થાની મહિલા ₹17 લાખની મત્તા ચોરી પલાયન: કબાટમાંથી 166 ગ્રામ સોનાના દાગીના અને રોકડ સેરવી લીધી

રાજકોટના અતિથિ ચોક વિસ્તારમાં રહેતા ઉદ્યોગપતિના ઘરમાંથી તેમની વૃદ્ધ માતાની દેખભાળ માટે રાખેલી કેરટેકર મહિલા સોનાના દાગીના અને રોકડ રકમ મળી કુલ ₹16.70 લાખની મત્તા ચોરીને ફરાર થઈ જતાં સસરાટો મચી ગયો છે. આ મામલે માલવિયાનગર પોલીસે ગુનો નોંધી આરોપી મહિલાની શોધખોળ હાથ ધરી છે.

એજન્સી મારફત રાખેલી કેરટેકરે ઘરમાં જ કર્યો હાથફેરો

  • ઘટનાની પૃષ્ઠભૂમિ: અતિથિ ચોક સ્થિત ‘કસ્તુરી પ્રાઇડ’ એપાર્ટમેન્ટમાં રહેતા અને ડીઝલ એન્જિન પાર્ટ્સનું કારખાનું ધરાવતા વિપુલભાઈ પટેલ (ઉં.વ. 58) એ તેમની 88 વર્ષીય માતા કંચનબેનની સંભાળ માટે રાજસ્થાનના જોધપુરની બસંતી ધુલેશ્વર મીણાંને રૂ. 18 હજારના પગારે કેરટેકર તરીકે રાખી હતી.

  • જવાની જીદ અને પલાયન: 13મી ઓગસ્ટે તબીયત ખરાબ હોવાનું બહાનું કાઢી બસંતીએ રાજસ્થાન જવાની જીદ કરી હતી. ડ્રાઈવર તેને બસ સ્ટેન્ડે મૂકી આવ્યા બાદ શંકા જતાં તપાસ કરવામાં આવી હતી.

કબાટમાંથી જુનવાણી દાગીના અને રોકડ ગાયબ

  • ચોરીનો મુદ્દામાલ: કંચનબેનના પર્સમાંથી ₹70,000 રોકડા તથા કબાટમાં રાખેલી સોનાની 6 બંગડીઓ, મોતીની માળા, ચેન, બુટ્ટી અને વીંટી સહિત 166 ગ્રામ સોનાના દાગીના (કુલ અંદાજિત કિંમત ₹16,70,000) ગાયબ મળ્યા હતા.

  • પોલીસ તપાસ: આ તમામ દાગીના માતાના સમયના જુનવાણી હતા. બસંતી જ આ ચોરી કરી ગઈ હોવાનું સ્પષ્ટ થતાં વિપુલભાઈ પટેલે માલવિયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે તપાસ ચક્ર ગતિમાન કર્યા છે.

Leave a Comment

और पढ़ें