મેચ દરમિયાન સુરક્ષા પ્રોટોકોલ અને શિસ્તભંગ બદલ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આકરું વલણ અપનાવ્યું છે. તમિલનાડુના એક રણજી ક્રિકેટરે ડ્રેસિંગ રૂમમાં પોતાની ગર્લફ્રેન્ડને મેસેજ કરતા BCCI ની એન્ટી કરપ્શન એન્ડ સિક્યુરિટી યુનિટ (ACSU) એ તેના પર ₹1 લાખનો દંડ ફટકાર્યો છે અને તેને તમિલનાડુ પ્રીમિયર લીગ (TNPL) માંથી સસ્પેન્ડ કરી દીધો છે.
પ્લેયર્સ એન્ડ મેચ ઓફિશિયલ્સ એરિયા (PMOA) માં નિયમભંગ
-
પ્રતિબંધિત વિસ્તારમાં મોબાઈલ વપરાશ: આ ઘટના PMOA (જેમ કે ડ્રેસિંગ રૂમ) માં બની હતી, જ્યાં ખેલાડીઓ કે સપોર્ટ સ્ટાફ માટે મોબાઈલ ફોન કે ઈલેક્ટ્રોનિક ડિવાઈસ વાપરવાની સખત મનાઈ હોય છે.
-
ખેલાડીની વિગત: TNCA ના અધિકારીઓ અનુસાર, આ 26 વર્ષીય ડાબોડી બેટ્સમેને ગત રણજી સીઝનમાં બે અડધી સદી ફટકારી હતી. તપાસ ચાલી રહી હોવાથી હાલ નામ જાહેર કરાયું નથી.
-
ફિક્સિંગ નહીં, માત્ર પ્રોટોકોલ ભંગ: બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે ખેલાડી પર સટ્ટાબાજી કે મેચ ફિક્સિંગનો કોઈ આરોપ નથી; તેને માત્ર સિક્યુરિટી પ્રોટોકોલ તોડવા બદલ જ આ સજા કરાઈ છે.
શું છે BCCI નો PMOA નિયમ?
-
ડીવાઈસ જમા કરાવવું ફરજિયાત: નિયમ મુજબ, તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફે PMOA માં પ્રવેશતા પહેલાં સ્માર્ટફોન અને સ્માર્ટવોચ સ્વિચ ઓફ કરીને સિક્યુરિટી ઓફિસર પાસે જમા કરાવવાના રહે છે.
-
IPL 2026 માં પણ થઈ હતી કાર્યવાહી: ઈલેક્ટ્રોનિક ડિવાઈસ મામલે ACSU ખૂબ સખત બન્યું છે. IPL 2026 માં રાજસ્થાન રોયલ્સના ટીમ મેનેજર રોમી ભિંડર પર પણ ડગઆઉટમાં મોબાઈલ વાપરવા બદલ ₹1 લાખનો દંડ ફટોકારાયો હતો.









