અમદાવાદમાં ચા રસિકોને મોટો આંચકો: ખાંડનો ભાવ 70 એ પહોંચતા ચા અને તહેવારોનો સ્વાદ મોંઘો થશે

તહેવારોની સિઝનની શરૂઆતમાં જ ખાંડના ભાવ સાતમા આસમાને પહોંચતાં સામાન્ય અને મધ્યમ વર્ગનું બજેટ ખોરવાયું છે. ₹40 થી ₹45 પ્રતિ કિલો વેચાતી ખાંડનો ભાવ સીધો ₹70 પહોંચી જતાં આગામી દિવસોમાં ચા તેમજ તહેવારોની મીઠાઈઓના ભાવ વધવાની પૂરતી શક્યતાઓ સેવાઈ રહી છે.

ચા રસિકો માટે માઠા સમાચાર

  • ભાવમાં તોતિંગ વધારો: અગાઉ ₹40 થી ₹45 ની આસપાસ મળતી છૂટક ખાંડ હવે કરિયાણાની દુકાનો તેમજ મોલમાં સીધી ₹70 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે.

  • ચાના સ્વાદ પર અસર: ગુજરાતીઓની સવાર ચાથી થતી હોય છે, પરંતુ ખાંડના ભાવ વધવાથી કિટલીઓ અને હોટલો પર વહેલી સવારે પીવાતી ચાના ભાવમાં વધારો ઝીંકાય તેવી શક્યતા છે.

તહેવારોની મીઠાશ પર મોંઘવારીની અસર

  • લાઈનસર આવતા તહેવારો: શ્રાવણ માસની સાથે રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશ મહોત્સવ, નવરાત્રી અને દિવાળી જેવા તહેવારો નજીક આવી રહ્યા છે.

  • મીઠાઈઓ મોંઘી થશે: તહેવારોના દિવસોમાં ખાંડનો વપરાશ રોકેટ ગતિએ વધતો હોય છે, પરંતુ ખાંડ કડવી બનતાં બજારમાં મળતી વિવિધ મીઠાઈઓના ભાવ પણ વધી શકે છે, જે તહેવારોની મજા બગાડી શકે તેમ છે.

Leave a Comment

और पढ़ें