ઘર અને સામાનને થતું નુકસાન
-
દીવાલોનો પેઇન્ટ અને પ્લાસ્ટર નબળું પડીને ઉખડવા લાગે છે.
-
લાકડાનું ફર્નિચર ફૂલી જઈને ખરાબ થઈ જાય છે અને તેની લાઈફ ઘટી જાય છે.
-
કબાટમાં રાખેલા કપડાં, પુસ્તકો અને ચામડાની વસ્તુઓમાં દુર્ગંધ અને ફૂગ લાગી જાય છે.
-
ભેજના કારણે વાયરિંગમાં શોર્ટ સર્કિટ તથા ઉધઈ અને જીવજંતુઓનો ઉપદ્રવ વધવાનું જોખમ રહે છે.
સ્વાસ્થ્ય પર પડતી વિપરીત અસરો
-
હવામાં ફેલાતા ફંગસના સૂક્ષ્મ કણોથી શ્વાસ લેવામાં તકલીફ થાય છે.
-
અસ્થમા, એલર્જી અને શ્વસનતંત્રના ચેપનું જોખમ વધી જાય છે.
-
ત્વચા પર ખંજવાળ અને રેશિઝ જેવી સમસ્યાઓ જોવા મળે છે (ખાસ કરીને બાળકો અને વૃદ્ધોમાં).
ફૂગ દૂર કરવાના સરળ ઘરેલું ઉપાયો
-
વ્હાઇટ વિનેગર (સરકો): અસરગ્રસ્ત જગ્યા પર વિનેગર સ્પ્રે કરી 1 કલાક બાદ બ્રશથી ઘસીને સાફ કરો.
-
બેકિંગ સોડા: 1 કપ પાણીમાં 1 ચમચી બેકિંગ સોડા ભેળવીને સ્પ્રે કરો અને હળવા હાથે સ્ક્રબ કરીને લૂછી લો.
-
ટી ટ્રી ઓઇલ / લીમડાનું પાણી: એન્ટી-ફંગલ ગુણ ધરાવતા ટી ટ્રી ઓઇલ કે ઉકાળેલા લીમડાના પાણીનો સ્પ્રે ફૂગને જડમૂળથી ખતમ કરે છે.
-
મીઠું અને કપૂર: કબાટ કે ખૂણામાં મીઠું રાખવાથી તે ભેજ શોષી લે છે, જ્યારે કપૂર દુર્ગંધ દૂર કરવામાં મદદ કરે છે.
બચાવના ઉપાયો અને કાળજી
-
વેન્ટિલેશન: ઘરમાં હવાની અવરજવર જાળવી રાખવી અને ભેજવાળા હવામાનમાં રૂમની અંદર કપડાં સુકવવાનું ટાળવું.
-
લીકેજ અને પેઇન્ટ: વરસાદ પહેલાં ક્રેક્સનું વોટરપ્રૂફિંગ કરાવવું અને કલર કરાવતી વખતે એન્ટી-ફંગલ તથા વોટર-રેઝિસ્ટન્ટ પેઇન્ટનો ઉપયોગ કરવો.
-
જો સમસ્યા ખૂબ વધારે હોય કે દીવાલોમાં સતત પાણી ઝરતું હોય, તો પ્રોફેશનલ વોટરપ્રૂફિંગ એક્સપર્ટની મદદ લેવી.









