બોલિવૂડમાં ‘ધુરંધર’ના રહેમાન ડકૈત તરીકે જાણીતા અક્ષય ખન્નાનો હવે એક નવો જ ખતરનાક અવતાર જોવા મળશે. લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે ફિલ્મ ‘મહાકાલીઃ શુક્રાચાર્યઝ વોર ક્રાય’ નું ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ટીઝરમાં મહાકાળીના રૌદ્ર સ્વરૂપની સાથે સાથે દૈત્યગુરુ શુક્રાચાર્ય બનેલા અક્ષય ખન્નાનો ડરામણો અને ક્રૂર લુક સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.
દૈત્યગુરુ શુક્રાચાર્યના લુકમાં અક્ષય ખન્નાનો ખતરનાક અવતાર
-
અન ઓળખીતો લુક: 2 મિનિટ 53 સેકન્ડના આ ટીઝરમાં સફેદ ચળકતી દાઢી, જટા, અતિ ગંભીર-ઊંડી આંખો અને કપાળે તિલક સાથે અક્ષય ખન્નાને દૈત્યગુરુ શુક્રાચાર્યના લુકમાં ઓળખવો મુશ્કેલ બની ગયો છે.
-
અધર્મ અને અસુરોના વિજયનું આહ્વાન: ટીઝરની શરૂઆતમાં જ અક્ષય ખન્નાનો ગંભીર અવાજ સંભળાય છે, જેમાં તે સમુદ્ર મંથન વખતે દેવો અને અસુરો વચ્ચે થયેલા અમૃતના અન્યાય પર સવાલો ઉઠાવે છે. તે 14 દિવસમાં અસુરોના વિજય ઘોષ અને રક્તબીજને માનવ જાતના સર્વનાશ માટે આહ્વાન કરતો જોવા મળે છે.
શાનદાર VFX, દમદાર સાઉન્ડ અને કલાકારો
-
સિનેમેટિક અનુભવ: ટીઝરમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક, ડાર્ક ઓરા ધરાવતા દ્રશ્યો, શાનદાર VFX અને ભવ્ય સેટ્સ દર્શકોને પૌરાણિક દુનિયાનો અદ્ભુત અનુભવ કરાવે છે.
-
સરપ્રાઇઝ એલિમેન્ટ: ટીઝરના અંતમાં એક્ટ્રેસ શ્રિયા રેડ્ડી ‘મહાકાલી’ના રૌદ્ર છતાં વાત્સલ્યસભર રૂપમાં બાળકને દૂધ પીવડાવતી જોવા મળે છે.
ફિલ્મની સ્ટારકાસ્ટ અને રિલીઝ ડેટ
-
નિર્માતા અને ડિરેક્ટર: ‘પ્રશાંત વર્મા સિનેમેટિક યુનિવર્સે’ આ ફિલ્મ બનાવી છે. આરકેડી સ્ટૂડિયોઝના બેનર હેઠળ રિવાજ દુગ્ગલ દ્વારા નિર્મિત આ ફિલ્મને પૂજા અપર્ણા કોલ્લૂરુએ ડિરેક્ટ કરી છે.
-
મુખ્ય કલાકારો: ફિલ્મમાં અક્ષય ખન્નાની સાથે ભૂમિ શેટ્ટી, શ્રિયા રેડ્ડી અને રોહિત સરાફ મહત્વની ભૂમિકામાં છે.
-
રિલીઝ તારીખ: આ ફિલ્મ 8 જાન્યુઆરી 2027 ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે.









