ચોમાસાની ઋતુમાં વરસાદ અને ભેજવાળા વાતાવરણને કારણે મચ્છરોનો ઉપદ્રવ ઝડપથી વધે છે. તાજેતરમાં પૂર્વ અભિનેત્રી પૂનમ ઢિલ્લોં, સ્વરા ભાસ્કર, શ્વેતા તિવારી અને અવિકા ગોર ડેન્ગ્યુ સંક્રમિત થવાના અહેવાલો આવ્યા છે.
૧. ચોમાસામાં રોગો કેમ વધુ ફેલાય છે અને તેના હોટસ્પોટ કયા છે?
-
વરસાદી વાતાવરણ: ઠેર-ઠેર ભરાતા પાણી અને વાતાવરણનો ભેજ મચ્છરોના પ્રજનન માટે અનુકૂળ પરિસ્થિતિ ઊભી કરે છે.
-
ઘરની અંદરના હોટસ્પોટ: કૂલર, એસીની ડ્રેનેજ ટ્રે, ફ્રિજની વેસ્ટ ટ્રે, કુંડાની નીચે મૂકેલી પ્લેટો, ફૂલદાની અને બાથરૂમમાં લાંબા સમયથી ભરાયેલું પાણી.
-
આઉટડોર અને સોસાયટી હોટસ્પોટ: અગાસી પર જમા પાણી, તૂટેલા ડબ્બા/ટાયર, ખુલ્લી જળાશય ટાંકીઓ, કન્સ્ટ્રક્શન સાઇટ્સ, ખાલી પ્લોટ અને ખરાબ ડ્રેનેજ સિસ્ટમ.
-
મચ્છરોનો પ્રકાર: ડેન્ગ્યુ ફેલાવતા એડીસ ઇજિપ્તી મચ્છર ઘરમાં જમા થયેલા ચોખ્ખા પાણીમાં અને મેલેરિયાના એનોફિલીસ મચ્છર ગંદા કે સ્થિર પાણીમાં પેદા થાય છે.
૨. મુખ્ય લક્ષણો અને નિદાન ટેસ્ટ
-
ડેન્ગ્યુના લક્ષણો: અચાનક સખત તાવ, આંખોના પાછળના ભાગમાં દુખાવો, સ્નાયુ-સાંધાનો અસહ્ય દુખાવો, લાલ ચકામા અને ઉબકા-ઊલટી.
-
ટેસ્ટ: NS1 એન્ટિજન (૧-૫ દિવસમાં), IgM/IgG એન્ટિબોડી (૫ દિવસ પછી) અને CBC (પ્લેટલેટ ચકાસવા).
-
-
મેલેરિયાના લક્ષણો: ધ્રુજારી અને ઠંડી સાથે તીવ્ર તાવ, પરસેવો વળવો, અતિશય માથાનો દુખાવો અને શારીરિક અશક્તિ.
-
ટેસ્ટ: મેલેરિયા પેરાસાઇટ ટેસ્ટ, રેપિડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ (RDT) અને CBC.
-
૩. સારવાર અને ક્યારે ડોક્ટર પાસે જવું?
-
ડેન્ગ્યુની સારવાર: કોઈ ચોક્કસ એન્ટિવાયરલ દવા નથી. પેરાસિટામોલથી તાવ નિયંત્રિત કરાય છે, પૂરતા પ્રમાણમાં પ્રવાહી (ORS, પાણી, જ્યુસ) આપવામાં આવે છે અને પ્લેટલેટ્સ કાઉન્ટ પર નજર રખાય છે.
-
મેલેરિયાની સારવાર: ડોક્ટરની સલાહ મુજબ એન્ટી-મલેરિયલ દવાનો પૂરો કોર્સ કરવો જરૂરી છે.
-
ઇમરજન્સી લક્ષણો: ૧૦૨°F થી વધુ તાવ, સતત ઊલટી, નાક કે પેઢામાંથી લોહી નીકળવું, પેટમાં અસહ્ય દુખાવો, બેભાન અવસ્થા કે શ્વાસ લેવામાં તકલીફ થાય તો તાત્કાલિક હોસ્પિટલ પહોંચવું.
-
જોખમી જૂથ: નાના બાળકો, વૃદ્ધો, ગર્ભવતી મહિલાઓ અને ક્રોનિક બીમારી ધરાવતા લોકો માટે આ ચેપ વધુ ગંભીર બની શકે છે.
૪. બચાવના ઉપાયો અને ઘરેલું નુસ્ખા
-
સાવચેતી: ઘરમાં પાણી ભરાવા ન દો, મચ્છરદાનીનો ઉપયોગ કરો, આખી બાયના કપડાં પહેરો અને દરવાજા-બારીઓ પર જાળી લગાવો.
-
ઘરેલું મચ્છર નિવારક: રૂમમાં કપૂર કે સૂકા લીમડાના પાન સળગાવવા, ત્વચા પર લીમડાનું તેલ લગાવવું, લેમનગ્રાસ/સિટ્રોનેલા ઓઇલ, તુલસીનો છોડ અને લીંબુમાં લવિંગ ખોસીને રૂમમાં રાખવું.
-
બાળકો અને વૃદ્ધો માટે ખાસ સંભાળ: તેમને હંમેશા ફુલ સ્લીવના કપડાં પહેરાવો, સુરક્ષિત રિપેલન્ટ લગાવો અને સહેજ પણ લક્ષણો દેખાય તો સ્વ-દવા (Self-medication) કરવાને બદલે તુરંત તબીબી સલાહ લો.
૫. સામાન્ય પ્રશ્નોત્તરી (FAQs)
-
શું આ ચેપી રોગો છે? ના, આ રોગો સીધા એક વ્યક્તિથી બીજામાં ફેલાતા નથી પણ માત્ર મચ્છરના કરડવાથી ફેલાય છે.
-
શું એકવાર ડેન્ગ્યુ થયા પછી ફરી ન થાય? ના, ડેન્ગ્યુના ૪ અલગ-અલગ વાયરસ સીરોટાઇપ હોય છે, તેથી બીજી વાર સંક્રમણ થવાનું જોખમ રહે છે.
-
ખોરાકમાં શું લેવું? ખિચડી, દલિયા, નાળિયેર પાણી, ORS અને પપૈયા-દાડમ જેવા સુપાચ્ય ફળો લેવા. તળેલું, મસાલેદાર કે જંક ફૂડ સંપૂર્ણપણે એવોઇડ કરવું.









