દિવાળી પહેલા અમદાવાદીઓ માટે આનંદના સમાચાર: કાંકરિયા તળાવમાં ફરી બોટિંગ શરૂ, સલામતીના કડક નિયમો સાથે જૂના ભાવ યથાવત્ તહેવારોમાં મહારાષ્ટ્ર FDA નો સપાટો: પતંજલિના ગાયના ઘી સહિત રૂ. ૯ કરોડથી વધુનો ખાદ્યજથ્થો સીઝ, ૧૯ એકમોના લાઇસન્સ રદ સાબરમતી જેલ સહિત ગુજરાતભરની જેલો ઉડાવવાની ધમકી: DGP કચેરી પર ઈમેઈલ આવતાં પોલીસ તંત્રમાં દોડધામ વડોદરામાં રૂ. ૧૦ કરોડનું રિયલ એસ્ટેટ કૌભાંડ: ભાજપના પૂર્વ હોદ્દેદાર સુરેશ પાનસૂરિયા સહિત ૫ સામે વધુ બે ગુના દાખલ શેરબજારમાં શાનદાર તેજી: ક્રૂડ ઓઈલ ગગડતા સેન્સેક્સ ૧,૨૩૩ પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૭.૯૨ લાખ કરોડનો વધારો દૂરદર્શનના સુવર્ણ યુગના સર્જક અને જાણીતા સાહિત્યકાર વેદ રાહીનું ૯૩ વર્ષની વયે થાણેમાં નિધન

રાજકોટમાં ડોમિનોઝના પિત્ઝામાંથી માખી નીકળી: સેટેલાઈટ ચોક પાસેની શોપનો વીડિયો વાઇરલ, ગ્રાહકે કહ્યું- ‘માખી મેલ્ટ થઈ ગઈ છે’

રાજકોટના સેટેલાઈટ ચોક પાસે આવેલી પ્રખ્યાત ડોમિનોઝ પિત્ઝા શોપમાં પિત્ઝામાંથી માખી નીકળવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ગ્રાહકે પિત્ઝામાં માખી હોવાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાઇરલ કર્યો છે.

મુખ્ય વિગતો અને વિવાદ

  • ગ્રાહકનો દાવો: પિત્ઝા ખાતી વખતે તેમાં માખી નજરે પડી હતી. ગ્રાહકના જણાવ્યા મુજબ માખી પિત્ઝાના ચીઝ સાથે ‘મેલ્ટ’ (શેકાઈ) ગઈ હતી, જેથી તે પિત્ઝા બનાવતી વખતે જ અંદર પડી હોવાનું સ્પષ્ટ થાય છે.

  • વેપારીનો બચાવ: શોપના વેપારીએ પોતાનો બચાવ કરતા એવો દાવો કર્યો હતો કે પિત્ઝા તૈયાર થઈને પીરસાયા બાદ માખી ઉપરથી પડી હશે.

આરોગ્ય વિભાગનો પ્રતિભાવ

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડૉ. જયેશ વાંકાણીએ જણાવ્યુ હતું કે હજુ સુધી આ અંગે લેખિત કે સત્તાવાર ફરિયાદ મળી નથી. જો ગ્રાહક દ્વારા ફરિયાદ કરવામાં આવશે તો વીડિયો અને સ્થળના આધારે તપાસ કરીને જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Comment

और पढ़ें