નખત્રાણામાં 4.5 ટન વીજ વાયર ચોરીનો પર્દાફાશ

નખત્રાણા પોલીસે એલ્યુમિનિયમના વીજ વાયર ચોરીના ગુનાનો ભેદ ઉકેલી એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પાસેથી ₹13.45 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે ગેંગના અન્ય 6 આરોપીઓ ફરાર છે.

4,580 કિલો વીજ વાયર જપ્ત

પકડાયેલ આરોપી સુરેશ રામકિશન કુંમાવત (21) મૂળ રાજસ્થાનના ભીલવાડાનો અને હાલ અમદાવાદના નાના ચિલોડામાં રહે છે. બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી તેને ઝડપી પાડ્યો હતો.

જપ્ત કરાયેલા મુદ્દામાલમાં અલગ-અલગ સાઇઝના એલ્યુમિનિયમ વીજ વાયરના ફીંડલાઓનો સમાવેશ થાય છે.

  • વીજ વાયર: 4,580 કિલો – ₹8.40 લાખ
  • આઇસર ગાડી: ₹5 લાખ
  • એન્ડ્રોઇડ મોબાઇલ: ₹5 હજાર
  • કુલ મુદ્દામાલ: ₹13.45 લાખ

6 આરોપીઓ હજુ ફરાર

તપાસમાં રામકુમાર કુમાવત, યશપાલસિંગ રાજપુત, બાબુ રાવત, સરાજ અનવર કઠાત, બાબુ કઠાત અને કાળુ શિવાની સંડોવણી સામે આવી છે. પોલીસે તમામ ફરાર આરોપીઓને ઝડપી પાડવા તપાસ તેજ કરી છે.

પીઆઈ એ.એમ. પટેલના માર્ગદર્શન હેઠળ એએસઆઈ જયંતીભાઈ માજીરાણા સહિતની ટીમે કાર્યવાહી કરી હતી. મોટી માત્રામાં ચોરીનો માલ ઝડપાતા વીજ વાયર ચોરી કરતી ગેંગ અંગે વધુ મહત્વની વિગતો બહાર આવવાની શક્યતા છે.

Leave a Comment

और पढ़ें