ટ્રમ્પે ન્યૂ મેક્સિકોનું નામ ‘ન્યૂ અમેરિકા’ કરવાની આપી હિન્ટ, વિરોધ શરૂ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ન્યૂ મેક્સિકોનું નામ બદલીને ‘ન્યૂ અમેરિકા’ કરવાની સંભાવના દર્શાવતો નકશો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જોકે, વ્હાઇટ હાઉસે રાજ્યનું સત્તાવાર નામ બદલવાની કોઈ યોજના જાહેર કરી નથી.

નકશામાં ‘મેક્સિકો’ પર ક્રોસ, ‘USA’ લખ્યું

ટ્રમ્પે Truth Social પર ન્યૂ મેક્સિકોનો નકશો પોસ્ટ કર્યો હતો. તેમાં ‘Mexico’ શબ્દ પર લાલ ક્રોસ મારીને તેની જગ્યાએ ‘USA’ લખવામાં આવ્યું હતું. પોસ્ટ સાથે કોઈ સ્પષ્ટતા આપવામાં આવી નહોતી.

રાજ્યનું નામ બદલવાની સત્તા અંગે પણ સવાલો ઊભા થયા છે. તળાવ કે અન્ય ભૌગોલિક સ્થળોના નામ બદલવા માટે રાષ્ટ્રપતિ પાસે સત્તા છે, પરંતુ રાજ્યનું નામ બદલવાની પ્રક્રિયા બંધારણીય રીતે રાજ્ય સ્તરે થવી પડે છે.

ન્યૂ મેક્સિકોમાં વિરોધ

ટ્રમ્પની પોસ્ટ બાદ ન્યૂ મેક્સિકોમાં વિરોધ શરૂ થયો છે. ડેમોક્રેટિક ગવર્નર મિશેલ લુજાન ગ્રીશમે ટ્રમ્પ પર ગંભીર મુદ્દાઓ પરથી લોકોનું ધ્યાન ભટકાવવાનો આરોપ લગાવ્યો.

ડેમોક્રેટિક સેનેટર માર્ટિન હેનરિચે પણ કહ્યું કે તેઓ ન્યૂ મેક્સિકો સહિત મેક્સિકોના અખાત અને લેક ઓન્ટારિયોના પરંપરાગત નામોનો જ ઉપયોગ કરશે.

‘લેક અમેરિકા’ બાદ ન્યૂ મેક્સિકોનો મુદ્દો

આ પહેલા ટ્રમ્પે મેક્સિકોના અખાતનું નામ ‘ગલ્ફ ઓફ અમેરિકા’ અને તાજેતરમાં લેક ઓન્ટારિયોનું નામ ‘લેક અમેરિકા’ કરવાની કાર્યવાહી કરી હતી. હવે ન્યૂ મેક્સિકોના નામ અંગેની પોસ્ટે નવી ચર્ચા જગાવી છે.

ટ્રમ્પના વાળ પણ ચર્ચામાં

આ દરમિયાન ન્યૂ જર્સી એરપોર્ટ પર ટ્રમ્પ અલગ દેખાતા વાળ સાથે જોવા મળ્યા. સામાન્ય સોનેરી વાળની જગ્યાએ ઘેરા ભૂરા વાળ દેખાતા સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ.

થોડા દિવસ પહેલા ટ્રમ્પે પોતે વિગ પહેરતા હોવાના અહેવાલોને ફગાવી દીધા હતા. તેમણે કહ્યું હતું કે તેઓ વિગ પહેરતા નથી અને જો પહેરતા

Leave a Comment

और पढ़ें