મમ્મીનો 11 વર્ષ જૂનો ડ્રેસ પહેરી નવ્યા નંદા બની ‘સોનપરી’, લુક થયો વાયરલ

નવ્યા નંદાનો લેટેસ્ટ ગોલ્ડન લુક સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. અબુ જાની અને સંદીપ ખોસલાની 40મી વર્ષગાંઠના ખાસ પ્રસંગે નવ્યા ચમકદાર ગોલ્ડન મિની ડ્રેસમાં જોવા મળી હતી. ખાસ વાત એ છે કે આ ડ્રેસ નવો નહીં, પરંતુ તેની માતા શ્વેતા બચ્ચનનો 11 વર્ષ જૂનો આઉટફિટ છે.

2015માં શ્વેતાએ પહેર્યો હતો આ ડ્રેસ

શ્વેતા બચ્ચને આ જ ડ્રેસ વર્ષ 2015માં ડિઝાઈનર્સના શો દરમિયાન પહેર્યો હતો. હવે વર્ષો બાદ નવ્યાએ માતાના આ જ આઉટફિટને પોતાના અંદાજમાં સ્ટાઇલ કર્યો છે. નવ્યાએ લુકને વધારે ઓવર નહીં કરતાં ડ્રેસની કારીગરીને જ હાઇલાઇટ કરી હતી.

ગોલ્ડન ડ્રેસમાં જ્વેલરી જેવું વર્ક

આ મિની ડ્રેસમાં મેટેલિક બીડ્સ, ગોળાકાર મોટિફ્સ અને ચેન જેવા ડિટેલ્સ જોવા મળે છે. આ ડિઝાઇનના કારણે ડ્રેસને જ્વેલરી જેવો લક્ઝુરિયસ લુક મળે છે. સ્ટ્રક્ચર્ડ ટોપ અને ફિટેડ મિની સ્કર્ટના કોમ્બિનેશને નવ્યાના લુકને મોડર્ન અને ગ્લેમરસ ટચ આપ્યો હતો.

માતાના જૂના ડ્રેસને નવા અંદાજમાં પહેરીને નવ્યાએ ફેશનની સાથે ફેમિલી ફેશન હેરિટેજને પણ ખાસ રીતે રજૂ કર્યું.

Leave a Comment

और पढ़ें