Appleનું પહેલું ફોલ્ડેબલ iPhone Duo લોન્ચ, ખુલતા જ 7.6 ઈંચની મોટી ડિસ્પ્લે

Appleએ બુધવારે પોતાનું પ્રથમ ફોલ્ડેબલ iPhone Duo રજૂ કર્યું છે. ફોન બે કલર વિકલ્પમાં ઉપલબ્ધ રહેશે. બંધ સ્થિતિમાં 5.4 ઈંચની બહારની ડિસ્પ્લે સાથે કોમ્પેક્ટ સાઈઝમાં રહે છે, જ્યારે ખોલતા જ સ્ક્રીન 7.6 ઈંચની થઈ જાય છે.

iPhoneમાં અત્યારસુધીની સૌથી મોટી ડિસ્પ્લે

ફોલ્ડેબલ iPhone Duoને પાસપોર્ટ જેટલી કોમ્પેક્ટ ડિઝાઇન સાથે રજૂ કરવામાં આવ્યો છે. ખુલ્યા બાદ મળતી 7.6 ઈંચની પેનલ અત્યારસુધીના કોઈપણ iPhoneમાં આપવામાં આવેલી સૌથી મોટી ડિસ્પ્લે હોવાનું કંપનીએ જણાવ્યું છે. ફોન Star White અને Night Sky કલરમાં મળશે.

iPhone 18 Pro સિરીઝમાં મોટું બેટરી બેકઅપ

કેલિફોર્નિયામાં યોજાયેલી ઇવેન્ટમાં iPhone 18 Pro અને iPhone 18 Pro Max પણ રજૂ થયા છે. કંપનીના જણાવ્યા મુજબ 18 Pro એક ચાર્જમાં 24 કલાક અને Pro Max 30 કલાક સુધી ચાલી શકે છે. ફોન માત્ર 15 મિનિટમાં 50% સુધી ચાર્જ થઈ શકે છે.

પ્રથમવાર 48MPના ત્રણ કેમેરા

નવા પ્રીમિયમ iPhoneમાં પ્રથમવાર 48MPના ત્રણ કેમેરા આપવામાં આવ્યા છે, જેમાં મુખ્ય, ટેલિફોટો અને અલ્ટ્રાવાઇડ લેન્સ સામેલ છે. ફ્રન્ટ કેમેરા 18MPનો છે. Apple વર્ષના અંત સુધી ડિસ્પ્લે માટે Apple Pencil સપોર્ટ પણ આપશે, જેથી નોટ્સ અને સ્કેચિંગ કરી શકાશે.

Leave a Comment

और पढ़ें