દિવાળી પહેલા અમદાવાદીઓ માટે આનંદના સમાચાર: કાંકરિયા તળાવમાં ફરી બોટિંગ શરૂ, સલામતીના કડક નિયમો સાથે જૂના ભાવ યથાવત્ તહેવારોમાં મહારાષ્ટ્ર FDA નો સપાટો: પતંજલિના ગાયના ઘી સહિત રૂ. ૯ કરોડથી વધુનો ખાદ્યજથ્થો સીઝ, ૧૯ એકમોના લાઇસન્સ રદ સાબરમતી જેલ સહિત ગુજરાતભરની જેલો ઉડાવવાની ધમકી: DGP કચેરી પર ઈમેઈલ આવતાં પોલીસ તંત્રમાં દોડધામ વડોદરામાં રૂ. ૧૦ કરોડનું રિયલ એસ્ટેટ કૌભાંડ: ભાજપના પૂર્વ હોદ્દેદાર સુરેશ પાનસૂરિયા સહિત ૫ સામે વધુ બે ગુના દાખલ શેરબજારમાં શાનદાર તેજી: ક્રૂડ ઓઈલ ગગડતા સેન્સેક્સ ૧,૨૩૩ પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૭.૯૨ લાખ કરોડનો વધારો દૂરદર્શનના સુવર્ણ યુગના સર્જક અને જાણીતા સાહિત્યકાર વેદ રાહીનું ૯૩ વર્ષની વયે થાણેમાં નિધન

મુંબઈમાં પ્રદૂષણ દિલ્હી કરતાં વધતાં બોમ્બે હાઈકોર્ટ લાલઘૂમ; તંત્રને લગાવી આકરી ફટકાર

પ્રદૂષણમાં મુંબઈ દિલ્હી કરતાં આગળ નીકળતાં હાઈકોર્ટ લાલઘૂમ: અધિકારીઓને લગાવી જોરદાર ફટકાર

મુંબઈ: મુંબઈ શહેરમાં કથળતી જતી હવાની ગુણવત્તા (Air Quality) અને વધતા જતા પ્રદૂષણ સામે બોમ્બે હાઈકોર્ટે અત્યંત સખત વલણ અપનાવ્યું છે. પ્રદૂષણના મામલે મુંબઈ હવે દિલ્હીથી પણ આગળ નીકળી રહ્યું હોવા અંગે આશ્ચર્ય અને નારાજગી વ્યક્ત કરતાં અદાલતે સવાલ કર્યો હતો કે ઝેરી હવામાં લાખો નાગરિકો હેરાન થઈ રહ્યા છે ત્યારે જવાબદારી ધરાવતા અધિકારીઓ શાંતિથી કેવી રીતે ઊંઘી શકે છે. જસ્ટિસ ગિરીશ એસ. કુલકર્ણી અને જસ્ટિસ નીલા ગોખલેની ખંડપીઠે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC), મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (MPCB) અને મુંબઈ પોલીસને આકરી શબ્દોમાં ફટકાર લગાવી છે.

હાઈકોર્ટની ટિપ્પણી અને આદેશો અંગેની મુખ્ય વિગતો:

  • પોલીસ સ્ટેશન સામે જ ફટાકડા: દક્ષિણ મુંબઈના ક્રોફર્ડ માર્કેટ નજીક પોલીસ સ્ટેશનની બરાબર સામે જ વ્યસ્ત રસ્તા પર ફટાકડા ફોડવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ કરી કોર્ટે તેને અદાલતી આદેશોનું ખુલ્લું ઉલ્લંઘન ગણાવ્યું હતું.

  • મૂળભૂત અધિકારોનું હનન: હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે પ્રદૂષણ અટકાવવામાં સરકારી તંત્રની નિષ્ક્રિયતા બંધારણની કલમ ૧૪ અને ૨૧ હેઠળ નાગરિકોને મળેલા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે.

  • અધિકારીઓને રૂબરૂ હાજર રહેવા આદેશ: BMC અને MPCB ના કમિશનરોને આવનારી ૨૬ ઓક્ટોબર ની સુનાવણીમાં રૂબરૂ હાજર રહીને પ્રદૂષણ નિયંત્રણ માટે લીધેલા પગલાંનો અહેવાલ રજૂ કરવા તાકીદ કરાઈ છે. આ ઉપરાંત મુંબઈ પોલીસ કમિશનરને તમામ પોલીસ સ્ટેશનના વડાઓ સાથે બેઠક યોજી નિયમોનું કડક પાલન કરાવવા નિર્દેશ અપાયો છે.

  • બાંધકામ સાઇટ્સ અને ધૂળ પર નિયંત્રણ: શહેરમાં ચાલતા બાંધકામોમાંથી ઊડતી ધૂળ પર અંકુશ લાવવા નિયમો તોડતા બિલ્ડરો પર ભારે દંડ ફટકારવાની સૂચના અપાઈ છે.

  • વિઝિબિલિટી ૫૦૦ મીટરથી નીચે: ધુમ્મસ અને સ્મોગના કારણે મુંબઈમાં વિઝિબિલિટી ઘટીને ૫૦૦ મીટરથી પણ ઓછી થઈ ગઈ હોવાની બાબતને કોર્ટે ગંભીર ગણાવી હતી. મીડિયા અને સેલિબ્રિટીઝના માધ્યમથી લોકોમાં જાગૃતિ ફેલાવવા પણ સૂચન કરવામાં આવ્યું છે.

Leave a Comment

और पढ़ें