દિવાળી પહેલાં સુરતવાસીઓને ભેટ: યોગીચોક-પુણા અને મોટા વરાછા વચ્ચે કનેક્ટિવિટી સરળ બનાવતો નવો બ્રિજ ટૂંક સમયમાં થશે શરૂ ઘરે જ બેસીને માત્ર ૬૦ સેકન્ડમાં જાણો તમારા હૃદયનું સ્વાસ્થ્ય: જાણો ૩ સરળ ટેસ્ટ ન્યૂઝીલેન્ડ માટે ૧૦,૦૦૦થી વધુ રન બનાવનાર ભારતીય મૂળના ક્રિકેટર જીત રાવલે ક્રિકેટમાંથી લીધો સંન્યાસ દિલ્હી પોલીસને ‘ફ્રી હેન્ડ’ આપવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી: વિદ્યાર્થીઓના હિત અને માનવતાવાદી અભિગમ પર ભાર ઈમિટેશનના ધંધામાં ૧૦ થી ૧૫ ટકા નફાની લાલચે રાજકોટના વેપારીએ ગુમાવ્યા ૩.૦૫ કરોડ રૂપિયા કચ્છના ખાવડા આરી પાર્ક પાસે ડમ્પર અને બોલેરો વચ્ચે ગમખ્વાર અકસ્માત: ૭ શ્રમિકોનાં કરુણ મોત

અમદાવાદ રેલવેએ ટિકિટ ભાડા ઉપરાંતની આવક વધારવા 4.69 કરોડથી વધુના કર્યા કરાર

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે પોતાની બિન-ભાડા આવક (Non-Fare Revenue) વધારવા અને ઉપલબ્ધ સંપત્તિઓનો મહત્તમ વ્યાવસાયિક ઉપયોગ કરવાના ઉદ્દેશથી ઈ-નીલામી મારફતે ₹૪.૬૯ કરોડથી વધુના શ્રેણીબદ્ધ કરારો કર્યા છે. મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશના નેતૃત્વમાં લેવાયેલા આ નિર્ણયોથી રેલવેની આવકમાં મોટો વધારો થવાની સાથે મુસાફરોની સુવિધાઓમાં પણ વધારો થશે.

આ યોજના હેઠળ અમદાવાદ ડિવિઝને રેલવે સ્ટેશનોની ૩૦ ઓવરહેડ પાણીની ટાંકીઓ પર જાહેરાતો, વંદે ભારત ટ્રેનના કોચમાં હેડ રેસ્ટ કવર જાહેરાતો અને નોન-પ્રીમિયમ ટ્રેનોમાં મુસાફરોને સીટ પર જ દૈનિક સામાન પૂરો પાડવા માટેના કરારો મંજૂર કર્યા છે.

કરારો અને સુવિધાઓ અંગેના મુખ્ય મુદ્દાઓ:

  • પાણીની ટાંકીઓ પર જાહેરાત: અમદાવાદ, મણિનગર, સાબરમતી, ભુજ સહિત ૧૪ સ્થળોની ૩૦ ઓવરહેડ પાણીની ટાંકીઓ પર ૫ વર્ષ માટે વોલ પેઇન્ટિંગ જાહેરાતથી ₹૨૨.૧૨ લાખની આવક થશે.

  • ટ્રેન સાઇડ વેન્ડિંગ (TSV): ૩ વર્ષ માટે ₹૩.૭૨ કરોડના કરાર હેઠળ નોન-પ્રીમિયમ ટ્રેનોમાં મુસાફરોને ટૂથબ્રશ, મોબાઇલ ચાર્જર, સેનેટરી પેડ, રમકડાં જેવી વસ્તુઓ MRP પર સીટ પર જ મળશે. આ માટે ઓનલાઇન ઓર્ડર અને ડિલિવરી સુવિધા પણ ઉપલબ્ધ રહેશે.

  • અનધિકૃત ફેરિયાઓ પર રોક: ટ્રેનમાં વધુમાં વધુ ૪ કાયદેસરના વેન્ડરો જ રહેશે, જેમના માટે ચોક્કસ યુનિફોર્મ, બેજ અને QR કોડ આધારિત ઓળખપત્ર ફરજિયાત કરાયા છે.

  • વંદે ભારત હેડ રેસ્ટ જાહેરાત: વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના કોચના હેડ રેસ્ટ કવર પર જાહેરાત પ્રદર્શિત કરવા માટે ૩ વર્ષનો ₹૧૮ લાખનો કરાર કરવામાં આવ્યો છે.

આ વ્યવસ્થાથી રેલવેની આર્થિક સ્થિતિ વધુ મજબૂત થશે અને મુસાફરી દરમિયાન પ્રવાસીઓને જરૂરી સામાન સહેલાઈથી ઉપલબ્ધ બનશે.

Leave a Comment

और पढ़ें