₹6000 કરોડના ડ્રગ્સ કેસનો માસ્ટરમાઈન્ડ વિરેન્દ્ર બૈસોયા દુબઈથી ડિપોર્ટ: NCBએ એર ઈન્ડિયાની ફ્લાઈટ મારફતે ભારત લાવ્યો, જાણો ક્રાઈમ કુંડળી

આંતરરાષ્ટ્રીય ડ્રગ તસ્કરીના નેટવર્ક સામે ભારતીય તપાસ એજન્સીઓને મોટી સફળતા સાંપડી છે. ₹6000 કરોડના હાઈપ્રોફાઈલ ડ્રગ્સ કૌભાંડના મુખ્ય સૂત્રધાર વિરેન્દ્રસિંહ બૈસોયાને ભારત સરકારના પ્રયાસો બાદ દુબઈથી ડિપોર્ટ કરીને એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર 4310 મારફતે ભારત લાવવામાં આવ્યો છે. તેની સામે NCB દ્વારા અગાઉથી જ રેડ કોર્નર નોટિસ જારી કરાયેલી હતી.

970 કિલો મેફેડ્રોન અને લંડન મોકલવાનું ષડયંત્ર

  • દિલ્હીથી જપ્તી: પૂણે પોલીસે 21 ફેબ્રુઆરી 2024ના રોજ દિલ્હી ખાતેથી 970 કિલો મેફેડ્રોન ડ્રગ્સનો વિપુલ જથ્થો જપ્ત કરી દિવેશ ભૂતાની અને સદીપકુમાર બૈસોયાની ધરપકડ કરી હતી.

  • લોજિસ્ટિક્સ કંપનીની સંડોવણી: આ કરોડો રૂપિયાનું ડ્રગ્સ ‘ડેલ્ટા લોજિસ્ટિક્સ’ મારફતે લંડન મોકલવાનું કારસો હતો. મામલે કંપનીના માલિક સંદીપ યાદવ અને મેનેજર દેવેન્દ્ર યાદવની પણ અટકાયત કરાઈ હતી. આ સમગ્ર સિન્ડિકેટ વિરેન્દ્ર બૈસોયાના ઈશારે જ ચાલતી હોવાનો ખુલાસો થયો છે.

પાકિસ્તાન ભાગી ગયેલા સંદીપ ધુનિયા અને પુત્ર ઋષભ સાથે કનેક્શન

  • આંતરરાષ્ટ્રીય તાર: વિરેન્દ્ર બૈસોયા દિલ્હી પોલીસના ₹13,000 કરોડના ડ્રગ્સ કેસના મુખ્ય આરોપી સંદીપ ધુનિયાનો અત્યંત નજીકનો સાથી છે. સંદીપ ધુનિયા દુબઈથી પાકિસ્તાન ભાગી છૂટ્યો હતો.

  • પુત્ર પણ રડાર પર: વિરેન્દ્ર બૈસોયાનો પુત્ર ઋષભ બૈસોયા પણ વિદેશમાં છુપાયેલો હોવાની શક્યતા છે અને તેની સામે પણ રેડ કોર્નર નોટિસ જારી થયેલી છે.

તપાસ એજન્સીઓ હવે બૈસોયાની કડક પૂછપરછ કરી વિદેશમાં ફેલાયેલી આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઈન અને ફાઈનાન્શિયલ નેટવર્કનો પર્દાફાશ કરશે.

Leave a Comment

और पढ़ें