ગુજરાતમાં મેરિટાઈમ ટુરિઝમ નવી ઊંચાઈએ: રાજ્યની 17 દીવાદાંડીઓ બનશે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર

દેશનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતા ગુજરાતમાં મેરિટાઈમ ટુરિઝમની ક્ષમતાઓને વિકસાવવા માટે રાજ્યના 17 લાઇટહાઉસ (દીવાદાંડીઓ)ને આધુનિક પ્રવાસન સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યા છે. પરંપરાગત રીતે માત્ર જહાજોને માર્ગ દર્શાવતી આ દીવાદાંડીઓ હવે સંસ્કૃતિ, પ્રવાસન અને દરિયાઈ વારસાના જીવંત કેન્દ્ર તરીકે ઊભરી આવશે.

આધુનિક સુવિધાઓ અને ‘લાઈટહાઉસ મ્યુઝિયમ’

  • વિકસાવવામાં આવેલા મુખ્ય સ્થાનો: માંડવી, ઓખા, પોરબંદર, દ્વારકા, માંગરોળ, અલંગ, ઘોઘા, હજીરા, વલસાડ ખાડી, ગોપનાથ, વેરાવળ અને ઉમરગામ સહિત કુલ 17 સ્થળોના લાઈટહાઉસને વિકસાવવામાં આવ્યા છે.

  • પ્રવાસીઓ માટે સુવિધાઓ: કેફેટેરિયા, સુશોભિત બગીચા, ગઝિબો, લિફ્ટ, બાળકો માટે પ્લે એરિયા, એમ્ફિથિયેટર અને લાઈટ એન્ડ સાઉન્ડ શો જેવી સુવિધાઓ ઊભી કરાઈ છે.

  • દ્વારકા અને ગોપનાથમાં મ્યુઝિયમ: લાઈટહાઉસ ટેકનોલોજીના ઈતિહાસ અને ભારતના પ્રાચીન દરિયાઈ વારસાને દર્શાવતા ખાસ ‘લાઈટહાઉસ મ્યુઝિયમ’ દ્વારકા અને ગોપનાથ ખાતે તૈયાર કરવામાં આવ્યા છે.

કેન્દ્ર સરકારની દેશભરમાં 75 લાઈટહાઉસ વિકસાવવાની પહેલ

  • કેન્દ્રીય યોજના: Marine Aids to Navigation Act, 2021 ની કલમ 23 હેઠળ દેશભરમાં 75 લાઈટહાઉસને ટૂરિસ્ટ સ્પોટ તરીકે વિકસાવવાના વિઝન અંતર્ગત ગુજરાતે મોટી સફળતા મેળવી છે.

  • દરિયાઈ વારસાને પ્રોત્સાહન: ગુજરાતમાં 2,340.62 કિલોમીટર લાંબો દરિયાકિનારો છે. આ ઉપરાંત અમદાવાદના લોથલ ખાતે ભારતનું પ્રથમ ‘નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ’ (NMHC) પણ આકાર લઈ રહ્યું છે, જે ગુજરાતના દરિયાઈ ઈતિહાસને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવશે.

Leave a Comment

और पढ़ें