અમદાવાદમાં ચાલી રહેલી વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ 2026ના ત્રીજા દિવસે ભારતીય તીરંદાજોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતે વ્યક્તિગત અને ટીમ સ્પર્ધાઓમાં સ્થાન મેળવીને કુલ 7 મેડલ નિશ્ચિત કર્યા છે.
શીતલ દેવી ફાઇનલમાં
પેરા કમ્પાઉન્ડ મહિલા વ્યક્તિગત સ્પર્ધામાં શીતલ દેવી ફાઇનલમાં પહોંચી છે. 9 સપ્ટેમ્બરે ફાઇનલમાં તેનો મુકાબલો કઝાકિસ્તાનની અઇઝાદા સેઇદાન સામે થશે.
અન્ય ભારતીય ખેલાડીઓ પણ મેડલ રાઉન્ડમાં પહોંચ્યા છે:
- સરિતા અને તોમન કુમાર બ્રોન્ઝ મેડલ માટે રમશે
- ભાવના અને રાજશ્રી ધનરાજ રાઠોડ બ્રોન્ઝ માટે આમને-સામને
- સ્વાતિ ચૌધરી W1 મહિલા વ્યક્તિગતમાં બ્રોન્ઝ માટે રમશે
ત્રણેય પેરા રિકર્વ ટીમ ફાઇનલમાં
ભારતે પેરા રિકર્વની પુરુષ, મહિલા અને મિક્સ્ડ ટીમ સ્પર્ધામાં પોડિયમ ફિનિશ નિશ્ચિત કરી છે. હરવિંદર સિંહ-વિજય સુન્ડી પુરુષ ટીમ, ભાવના-પૂજા મહિલા ટીમ અને હરવિંદર સિંહ-ભાવના મિક્સ્ડ ટીમની ફાઇનલમાં પહોંચ્યા છે.
પેરા કમ્પાઉન્ડ પુરુષ ટીમમાં તોમન કુમાર અને શ્યામ સુંદર સ્વામી ફાઇનલમાં પહોંચ્યા છે. શીતલ દેવી-પાયલ નાગ મહિલા ટીમમાં બ્રોન્ઝ માટે રમશે, જ્યારે W1 મિક્સ્ડ ટીમમાં આદિલ મોહમ્મદ નઝીર અન્સારી અને સ્વાતિ ચૌધરી ફાઇનલમાં પહોંચ્યા છે.
8 અને 9 સપ્ટેમ્બરે મેડલ મુકાબલા
ભારતના 7 મેડલ નિશ્ચિત થયા બાદ હવે નજર મેડલ મુકાબલા પર છે. 8 અને 9 સપ્ટેમ્બરે યોજાનારી મેચો સાથે અમદાવાદમાં વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝનો રોમાંચક અંત આવશે.









