આસમાનમાં હિંમત અને ઇન્ટરનેટ પર ઉત્સુકતા: કૅપ્ટન સ્મિત મચ્છરની જાતિ જાણવા ગૂગલ ગજવ્યું

દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073 માં ૧૪,૦૦૦ ફૂટની ઊંચાઈએ ઓમાની સહ-પાયલટે કૅપ્ટન સ્મિત મચ્છર પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો.

ગંભીર ઈજાઓ છતાં કૅપ્ટન સ્મિતે અદ્ભુત હિંમત દાખવી કોકપીટનો દરવાજો ખોલી મદદ મેળવી હતી અને વિમાનનું સાઉદી અરેબિયામાં સુરક્ષિત લેન્ડિંગ કરાવી ૧૭૪ મુસાફરો સહિત ૧૮૦ લોકોના જીવ બચાવ્યા હતા.

આ બહાદુરી બાદ ગૂગલ પર કૅપ્ટન સ્મિત મચ્છર વિશે સર્ચિંગનો ટ્રેન્ડ ટોચ પર પહોંચ્યો હતો, પરંતુ તેમની હિંમતની સાથે ભારતીયોએ ગૂગલ પર તેમની ‘જાતિ’ અને મૂળ શોધવામાં પણ ભારે ઉત્સુકતા દર્શાવી હતી.

ગૂગલ સર્ચિંગ ટ્રેન્ડ્સ અને મહત્વના આંકડા:

  • વૈશ્વિક સર્ચ: ભારત (૧૦૦ સ્કોર) અને UAE (૮૪ સ્કોર) માં સૌથી વધુ સર્ચ નોંધાયું, જ્યારે કતાર, કુવૈત, ઓમાન અને ઇઝરાયેલ જેવા દેશોમાં પણ ભારે રસ જોવા મળ્યો.

  • જાતિ અંગે ઉત્સુકતા: ‘મચ્છર જાતિ’ અને ‘સ્મિત મચ્છર જાતિ’ જેવા કીવર્ડ્સ ગૂગલ પર ટ્રેન્ડ થયા, જેમાં ગુજરાત ૧૦૦ સ્કોર સાથે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે રહ્યું.

  • રાજ્યોનો ટ્રેન્ડ: ગુજરાત બાદ ઉત્તર પ્રદેશ (૯૦), દિલ્હી (૮૮), હરિયાણા (૭૬) અને કર્ણાટક (૭૦) જેવા રાજ્યોમાં કૅપ્ટનની જાતિ જાણવા સૌથી વધુ સર્ચ થયું.

  • સ્વાસ્થ્ય અંગે ચિંતા: હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા કૅપ્ટન સ્મિત જીવિત છે કે નહીં તે જાણવા માટે પણ મોટી સંખ્યામાં લોકોએ સર્ચ કર્યું હતું.

ગૂગલ ટ્રેન્ડ્સના આ ડેટા એક તરફ હીરો પ્રત્યેની ચિંતા તો બીજી તરફ સામાજિક પૃષ્ઠભૂમિ જાણવાની ભારતીય માનસિકતાનો પરિચય કરાવે છે.

Leave a Comment

और पढ़ें