વડોદરામાં દરેક વોર્ડમાં યોગ સેન્ટર શરૂ કરવાની તૈયારી: કર્મચારીઓ અને કાઉન્સિલરોને મળશે ૫૦ ટકા રાહત ગુજરાતમાં ગેરકાયદે દવાઓના વેચાણ સામે લાલઆંખ: FDCAના દરોડામાં ૪૨ લાખથી વધુનો જથ્થો જપ્ત, બે પેઢીના લાઈસન્સ રદ ભુજમાં પાણીનો વેડફાટ અને ગેરકાયદે કનેક્શન સામે નગરપાલિકાની લાલઆંખ: રૂ. ૨૫ હજાર સુધીના દંડની જોગવાઈ ભાવનગરમાં ‘હર ઘર, સાયબર સુરક્ષિત ઘર’ અભિયાનનો પ્રારંભ: ઓનલાઈન છેતરપિંડી સામે સાવચેત રહેવા પોલીસની અપીલ ચિકનપોક્સથી વિશ્વભરમાં હજારો મોત: બાળકોની કાળજી કેવી રીતે રાખવી અને શું સાવચેતી રાખવી? નાના પાટેકર ક્રિકેટના મોટા ચાહક હતા, વિરાટ કોહલી આઉટ થાય તો જમવાનું છોડી દેતા…

ગુજરાતમાં ગેરકાયદે દવાઓના વેચાણ સામે લાલઆંખ: FDCAના દરોડામાં ૪૨ લાખથી વધુનો જથ્થો જપ્ત, બે પેઢીના લાઈસન્સ રદ

ગુજરાતમાં ઓનલાઈન અને સ્ટોર પર ગેરકાયદે દવાનું વેચાણ: FDCAના દરોડામાં ₹42 લાખથી વધુનો જથ્થો જપ્ત, 2 પેઢીના લાઈસન્સ રદ!

રાજ્યમાં નશાકારક અને પ્રતિબંધિત દવાઓના ગેરકાયદે દુરુપયોગને અટકાવવા તથા નાગરિકોના આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA) દ્વારા વડોદરા અને સુરત જિલ્લામાં સઘન કાર્યવાહી કરવામાં આવી છે. કરજણ અને સુરત ખાતે કુલ ચાર પેઢીઓ સામે કડક પગલાં લેવામાં આવ્યા છે, જેમાં અંદાજિત ૪૨.૬ લાખ રૂપિયાથી વધુ કિંમતનો ગેરકાયદે દવાનો જથ્થો જપ્ત કરાયો છે અને ગંભીર ક્ષતિઓ દાખવનાર બે પેઢીઓના લાઈસન્સ કાયમી ધોરણે રદ કરી દેવાયા છે.

દરોડા અને કાર્યવાહીની મુખ્ય વિગતો:

  • કરજણમાં NCBની બાતમીથી દરોડો: મહારાષ્ટ્ર NCB તરફથી મળેલી બાતમીના આધારે FDCAની ટીમે કરજણ ખાતે આવેલી ‘મેસર્સ ચામુંડા ફાર્મા’ પર સંયુક્ત દરોડો પાડીને NDPS એક્ટ હેઠળ આવતી ‘ANREX (Codeine)’ કફ સિરપની ૧૩,૯૩૮ બોટલો તથા ‘TRAMADOL’ની ૧૨,૨૪૦ ટેબ્લેટ્સ (કિંમત રૂ. ૫૦ હજાર)નો ગેરકાયદે જથ્થો ઝડપી પાડ્યો હતો. આ ગંભીર ઉલ્લંઘન બદલ આ પેઢીના વેચાણ પરવાના કાયમી ધોરણે રદ કરી તેને સીલ કરવામાં આવી છે.

  • માજીસા મેડિકલ સ્ટોર્સના પરવાના રદ: ચામુંડા ફાર્મા સાથે સંકળાયેલી ‘મેસર્સ માજીસા મેડિકલ સ્ટોર્સ’માં તપાસ દરમિયાન રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટની ગેરહાજરી અને દવાઓ માટે જરૂરી ઠંડક (ફ્રિજ બંધ હોવા) જેવી ગંભીર ક્ષતિઓ જણાતાં તેના છૂટક વેચાણના પરવાના પણ કાયમી ધોરણે રદ કરાયા છે.

  • સુરતમાં લાઈસન્સ વગર ઓનલાઈન દવા વેચાણ: સુરતના વરાછા સ્થિત ‘મેસર્સ ડર્મેટીક્સ ઈન્ડિયા’ પર કોઈ પણ માન્ય ડ્રગ લાઈસન્સ વગર જ વેબસાઈટ દ્વારા દવાઓ વેચાતી હોવાનું સામે આવતાં સ્થળ પરથી Sildenafil, Minoxidil અને Ketoconazole સહિત ૧૧.૨૬ લાખ રૂપિયાનો જથ્થો જપ્ત કરાયો છે.

  • આયુર્વેદિકના નામે એલોપેથિક દવાઓનું વેચાણ: મોટા વરાછા સ્થિત ‘મેસર્સ ક્યારા ઈન્ટરનેશનલ’ દ્વારા ‘Meesho’ જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પર ‘Sildenafil Ayurvedic’ના નામે એલોપેથિક દવાઓ વેચવાનો પર્દાફાશ થયો છે. છેલ્લા એક મહિનામાં ૩.૬૦ લાખ રૂપિયાની દવાઓ વેચાઈ હોવાના પુરાવા મળ્યા છે અને અગાઉ પણ લાઈસન્સ રદ થયેલું હોવાથી આ પુનરાવર્તિત ગુના બદલ કડક કાર્યવાહી કરાઈ છે.

આરોગ્ય વિભાગનું નિવેદન અને ભવિષ્યની રણનીતિ:

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું છે કે ઈ-કોમર્સ પ્લેટફોર્મ કે વેબસાઈટ મારફતે પ્રિસ્ક્રિપ્શન વિના કે આયુર્વેદિકના નામે એલોપેથિક દવાઓ વેચવી ગંભીર ગુનો છે. યુવાધનને નશાકારક દવાઓના દુરુપયોગથી બચાવવા માટે સાયબર સેલ અને FDCA ની સંયુક્ત ટીમ દ્વારા ડિજિટલ મોનિટરિંગ (‘સિક્રેટ વોચ’) વધુ સઘન બનાવવામાં આવશે અને વ્યાપક જનજાગૃતિ અભિયાન પણ ચલાવાશે.

Leave a Comment

और पढ़ें