વડોદરામાં દરેક વોર્ડમાં યોગ સેન્ટર શરૂ કરવાની તૈયારી: કર્મચારીઓ અને કાઉન્સિલરોને મળશે ૫૦ ટકા રાહત ગુજરાતમાં ગેરકાયદે દવાઓના વેચાણ સામે લાલઆંખ: FDCAના દરોડામાં ૪૨ લાખથી વધુનો જથ્થો જપ્ત, બે પેઢીના લાઈસન્સ રદ ભુજમાં પાણીનો વેડફાટ અને ગેરકાયદે કનેક્શન સામે નગરપાલિકાની લાલઆંખ: રૂ. ૨૫ હજાર સુધીના દંડની જોગવાઈ ભાવનગરમાં ‘હર ઘર, સાયબર સુરક્ષિત ઘર’ અભિયાનનો પ્રારંભ: ઓનલાઈન છેતરપિંડી સામે સાવચેત રહેવા પોલીસની અપીલ ચિકનપોક્સથી વિશ્વભરમાં હજારો મોત: બાળકોની કાળજી કેવી રીતે રાખવી અને શું સાવચેતી રાખવી? નાના પાટેકર ક્રિકેટના મોટા ચાહક હતા, વિરાટ કોહલી આઉટ થાય તો જમવાનું છોડી દેતા…

અમદાવાદ: શેલાના મોબાઈલ શો-રૂમમાં ૨૦.૭૦ લાખની ઉચાપત, મેનેજરે માલિકની જાણ બહાર મોંઘા સ્માર્ટફોન વેચી દીધા

અમદાવાદ: શેલામાં આવેલા મોબાઈલ શો-રૂમમાં 20 લાખની છેતરપિંડી, માલિકની જાણ બહાર મેનેજરે મોંઘા સ્માર્ટફોન વેચી દીધા

અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલા એક મોબાઈલ શો-રૂમમાં સ્ટોર મેનેજર તરીકે ફરજ બજાવતા શખસે દુકાન માલિક સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની ગંભીર ઘટના સામે આવી છે. મેનેજરે પોતાની સત્તાનો દુરુપયોગ કરી શો-રૂમમાંથી અંદાજે ₹૨૦.૭૦ લાખની માતબર રકમની ઉચાપત કરી છે. ગ્રાહકોને વેચેલા કિંમતી મોબાઈલના નાણાં જમા ન કરાવીને બારોબાર સગેવગે કરનાર મેનેજર સામે બોપલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ઘટનાની મુખ્ય વિગતો અને ખુલાસો:

  • ઓડિટ દરમિયાન ભાંડો ફૂટ્યો: મેમનગરના રહેવાસી મનીષ ગહેલોતે શેલા ખાતે શરૂ કરેલા શો-રૂમમાં સ્થાનિક જય જોષીને સ્ટોર મેનેજર તરીકે રાખ્યા હતા. કંપનીના હેડ ઓફિસથી ઓડિટ દરમિયાન હિસાબમાં ₹૬.૨૦ લાખ શોર્ટ બોલતા આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

  • મોબાઈલ ફોનની ઉચાપત: દુકાન માલિક અને હેડ ઓફિસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાતા જાણ થઈ કે મેનેજર જય જોષીએ કંપનીની જાણ બહાર સ્ટોકમાંથી કુલ ૧૬ કિંમતી સ્માર્ટફોન બારોબાર વેચીને ₹૧૪.૪૯ લાખ પણ ચાંઉ કરી લીધા હતા.

  • કુલ આર્થિક નુકસાન: રોકડા ₹૬.૨૦ લાખ અને મોબાઈલ ફોનની કિંમત ₹૧૪.૪૯ લાખ મળીને કુલ ₹૨૦,૭૦,૦૦૦ ની અંગત સ્વાર્થ માટે ઉચાપત કરવામાં આવી હોવાનું સ્પષ્ટ થયું છે.

પોલીસ કાર્યવાહી:

માલિકના વિશ્વાસનો દુરુપયોગ કરી મોટું આર્થિક નુકસાન પહોંચાડવા બદલ બોપલ પોલીસ સ્ટેશને આરોપી મેનેજર જય જોષી વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Leave a Comment

और पढ़ें