વડોદરામાં દરેક વોર્ડમાં યોગ સેન્ટર શરૂ કરવાની તૈયારી: કર્મચારીઓ અને કાઉન્સિલરોને મળશે ૫૦ ટકા રાહત ગુજરાતમાં ગેરકાયદે દવાઓના વેચાણ સામે લાલઆંખ: FDCAના દરોડામાં ૪૨ લાખથી વધુનો જથ્થો જપ્ત, બે પેઢીના લાઈસન્સ રદ ભુજમાં પાણીનો વેડફાટ અને ગેરકાયદે કનેક્શન સામે નગરપાલિકાની લાલઆંખ: રૂ. ૨૫ હજાર સુધીના દંડની જોગવાઈ ભાવનગરમાં ‘હર ઘર, સાયબર સુરક્ષિત ઘર’ અભિયાનનો પ્રારંભ: ઓનલાઈન છેતરપિંડી સામે સાવચેત રહેવા પોલીસની અપીલ ચિકનપોક્સથી વિશ્વભરમાં હજારો મોત: બાળકોની કાળજી કેવી રીતે રાખવી અને શું સાવચેતી રાખવી? નાના પાટેકર ક્રિકેટના મોટા ચાહક હતા, વિરાટ કોહલી આઉટ થાય તો જમવાનું છોડી દેતા…

ગુજરાતના ૧૦ હજારથી વધુ મહેસૂલ કર્મચારીઓ માસ CL પર: વહીવટી કામકાજ ઠપ્પ

ગુજરાતના 10 હજારથી વધુ મહેસૂલ કર્મચારીઓ હડતાળ પર: કચેરીઓમાં કામકાજ ઠપ્પ, લોકો ધક્કા ખાવા મજબૂર!

પ્રમોશન, ફિક્સ પે અને બદલી સહિતની ૧૪ પડતર માંગણીઓ ન સંતોષાતાં રાજ્યભરના ૧૦ હજારથી વધુ મહેસૂલી કર્મચારીઓ સોમવારે સામૂહિક રજા (માસ CL) પર ઉતરી ગયા છે.

રેવન્યુ ક્લાર્ક, તલાટી અને નાયબ મામલતદારો આ આંદોલનમાં જોડાતાં કલેક્ટર કચેરીઓ, મામલતદાર કચેરીઓ અને જનસેવા કેન્દ્રોમાં કામગીરી સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે.

જમીન સંપાદન, ટ્રાન્સફર અને સરકારી દાખલા-પ્રમાણપત્રો મેળવવા આવેલા હજારો અરજદારોને કામ વિના જ પરત ફરવાની અને ધક્કા ખાવાની ફરજ પડી છે.

મુખ્ય હાઇલાઇટ્સ અને કર્મચારીઓની માંગણીઓ:

  • હડતાળની વ્યાપક અસર: રાજ્યભરમાંથી ૧૦,૦૦૦ થી વધુ કર્મચારીઓ (એકલા અમદાવાદના ૪૫૦ થી વધુ) માસ CL માં જોડાતાં વહીવટી સેવાઓ ખોરવાઈ.

  • મુખ્ય માંગણીઓ: રેવન્યુ તલાટીના જોબ ચાર્જની વિસંગતતા દૂર કરવી, ૨૦૧૫ માં પ્રમોશન પામેલા ક્લાર્કને મૂળ જિલ્લામાં પરત લાવવા અને ૨૦૧૨ ના નાયબ મામલતદારોને ‘ડીમ્ડ ડેટ’ નો લાભ આપવો.

  • અનિશ્ચિત મુદતની હડતાળની ચીમકી: ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના જણાવ્યા મુજબ જો ૭મી ઑક્ટોબર સુધીમાં ઉકેલ નહીં આવે તો અનિશ્ચિત મુદતની હડતાળ શરૂ કરાશે.

  • અરજદારો પરેશાન: તારીખ હોવા છતાં કચેરીઓમાં કર્મચારીઓની ગેરહાજરીના કારણે જમીન અને સરકારી કામકાજ અટકી પડતાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો.

સરકાર દ્વારા યોગ્ય અને સકારાત્મક પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં મહેસૂલી સેવાઓ વધુ ખોરવાવાની શક્યતા છે.

Leave a Comment

और पढ़ें